________________
સંથારા પોરિસી સૂત્ર
“હવે મારે કોઈ સાથે વૈરભાવ નથી કેમ કે, હું જાણું છું કે, મારી જેમ આ સર્વે જીવો કર્મને વશ છે. કર્મને વશ થઈ રાગદ્વેષની જાળમાં સપડાઈ મારો કોઈ અપરાઘ કરી બેસે તો તેમાં તેમનો કોઈ વાંક નથી. મારા પોતાના કર્મનો જ વાંક છે. તેથી હું પુન: પુન: બહુ ભારપૂર્વક કહું છું કે, મેં સર્વને ખમાવ્યા છે, મને કોઈના પ્રત્યે દુર્ભાવ નથી. હું ઇચ્છું છું કે, તમે પણ મને પીડા આપી જે પાપ બાંધ્યા છે તે પાપ તમને ભોગવવા ન પડે માટે તમને વિનંતી કરું છું કે, તમે પણ મારી પાસે ક્ષમા માંગી મારા પ્રત્યેના વૈરભાવને ભૂલી મને મિત્ર તરીકે સ્વીકારી લો.” જિજ્ઞાસા : શું આ રીતે ક્ષમાપના કરવાથી એક-બીજા પ્રત્યેના વૈરભાવનો નાશ થઈ શકે ?
-
૧૬૭
તૃપ્તિ : આ રીતે ક્ષમાપના કરવાથી સામી વ્યક્તિમાંથી દ્વેષ નીકળી જ જાય તેવો એકાંતે નિયમ નથી; પરંતુ પોતાના હૃદયમાં પ્રવર્તતો અન્ય જીવો પ્રત્યેનો દ્વેષભાવ તો જરૂર નીકળી શકે છે. ઉપરાંત તે શુભ ભાવ દ્વારા એવા સંસ્કારો પડે છે કે, ભવિષ્યમાં કદાચ સામી વ્યક્તિ દ્વેષભાવપૂર્વક વર્તન કરે તોપણ ગુણસેન કે મરુભૂતિની જેમ આપણે સમતા ભાવ જાળવી શકીએ. વળી, ક્યારેક જો આપણા મનમાં ઉત્પન્ન થયેલો શુભ ભાવ સામી વ્યક્તિ સુધી પહોંચે અને જો તે વ્યક્તિ યોગ્ય હોય તો તે પણ પોતાના હૈયામાંથી દ્વેષ કાઢી શકે છે. અને કદાચ આવું કાંઈ ન થાય, તોપણ ચિત્તમાં જે આવો શુભ અધ્યવસાય પ્રગટે છે તેનાથી સાધક સ્વયં તો અવશ્ય આત્મિક સુખનો અનુભવ કરે છે.
૧૩. પુન: પાપનું પ્રતિક્રમણ :
અવતરણિકા :
અનેકવાર પાપનું પ્રાયશ્ચિત્ત કર્યા પછી પણ જેને સંતોષ નથી એવો સાધક પુનઃ પોરિસીના અંતમાં સામાન્યથી સર્વ પાપનું ‘મિચ્છા મિ દુક્કડં’ દેતા કહે છે.
ગાથા ઃ
નં ન મળેળ વાં, ખં ખં વાવાળુ (વાળ) માસિગ પાવું । जं जं कारण कयं, मिच्छा मि दुक्कडं तस्स ।।१७।।