________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
થતાં હોય તો અત્યારે કેમ ન થાય ? અર્થાત્ થઈ શકે.
૨. પછી ‘ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ' તથા ‘અન્નત્થ સૂત્ર' બોલીને, એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો અને પારીને પુરુષોએ ‘જીસે ખિત્તે સાહૂ'ની થોય બોલવી અને સ્ત્રીઓએ ‘યસ્યા: ક્ષેત્ર’ સ્તુતિ બોલવી.
૨૩
સાધુના પાંચ મહાવ્રતમાં ત્રીજું અદત્તાદાનવિરમણવ્રત છે. તેની ત્રીજી ભાવના વારંવાર ક્ષેત્રની યાચના કરવાની છે. તેથી શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કર્યા પછી, ક્ષેત્રની યાચના સંબંધી ભાવનાને સિદ્ધ કરવા માટે ક્ષેત્રદેવતાના સ્મરણ અર્થે એક નવકારનો કાઉસ્સગ્ગ કરાય છે.
જિજ્ઞાસા : શ્રુતદેવીના સ્મરણાર્થે કાયોત્સર્ગ કરવો તો ઠીક છે, પરંતુ ક્ષેત્રદેવતા સંબંધી કાયોત્સર્ગ કરવો યોગ્ય છે ? કેમ કે, તે તો મિથ્યાત્વી પણ હોઈ શકે. તેથી તેમનું સ્મરણ કરતાં મિથ્યાત્વનો પ્રસંગ પણ આવી શકે.
તૃપ્તિ : જે ક્ષેત્રમાં રહી શ્રમણસંઘ આરાધના કરવાનો હોય તે ક્ષેત્રદેવતાનું સ્મરણ કરી આરાધના કરવામાં આવે તો પ્રાયઃ વિઘ્નની સંભાવના રહેતી નથી. વળી, સંયમી આત્માઓ જે ક્ષેત્રમાં રહ્યા હોય તે ક્ષેત્રની યાચના કરવી જરૂરી છે. આ રીતે જ તેમનું ત્રીજું વ્રત દૃઢ થાય છે, માટે આ કાયોત્સર્ગ યોગ્ય છે. વળી, તેમાં તેના ગુણની પ્રશંસા ન હોવાથી મિથ્યાત્વના પ્રસંગનો પ્રશ્ન પણ રહેતો નથી.
ન
૧૩. છઠ્ઠું પચ્ચક્ખાણ આવશ્યક :
૧, પછી એક નવકાર ગણી ઉભડક બેસીને મુહપત્તિ પડિલેહવી, તથા દ્વાદશાવર્ત-વંદન કરવું અને અવગ્રહમાં ઊભા ઊભા જ ‘સામાયિક, ચઉવીસત્થો, વંદન, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે' એમ કહેવું..
કાયોત્સર્ગ દ્વારા પોતાના મન, વચન, કાયાને જેણે શુભયોગમાં પ્રવર્તાવ્યા છે તેવો સાધક ત્યારપછી અંતિમ મંગલ ક૨વાના હેતુથી નવકારમંત્રનું ઉચ્ચારણ કરે છે. ત્યારપછી કાયાનું પ્રમાર્જન કરી નીચે ઉભડક બેસીને પચ્ચક્ખાણ આવશ્યક માટે બોલની વિચારણાપૂર્વક મુહપત્તિની પડિલેહણા કરે છે. આ ક્રિયા કરતો સાધક પોતાના દોષો પ્રત્યે દ્વેષ અને જીવો પ્રત્યે દયાના પરિણામને જ્વલંત કરે છે. ત્યારબાદ સદ્ગુરુના વિનયપૂર્વક કરાયેલી ક્રિયા સુસફળ થાય છે માટે પચ્ચક્ખાણ લેતાં પૂર્વે ગુરુવંદનાર્થે બે વાંદણા લે છે.