________________
સૂત્ર સંવેદના-૬
સહાયક બની શકે છે. માટે રત્નત્રયીની શુદ્ધિનો કાયોત્સર્ગ કર્યા પછી, શ્રુત પ્રત્યે આદરવાળી અને શ્રુતની અધિષ્ઠાત્રી શ્રુતદેવતાના સ્મરણ માટે એક નવકારનો કાયોત્સર્ગ કરાય છે. દેવતાનું આરાધન અલ્પ યત્નથી થઈ શકે છે, માટે અહીં ૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો છે.
જિજ્ઞાસા : શ્રુતની આરાધના માટે કાયોત્સર્ગ કરવો બરાબર છે, પરંતુ વ્યંતરનિકામાં રહેલી મૃતદેવીનો કાયોત્સર્ગ કરવો યોગ્ય કહેવાય ?
તૃપ્તિ ઃ શ્રુતના અધિષ્ઠાત્રી એવા સરસ્વતીદેવી વ્યંતરનિકાયના છે, પરંતુ તેમનું સ્મરણ કરી શ્રુતની આરાધના કરવાનું પ્રણિધાન કરવામાં આવે તો તે શુભ પ્રણિધાનમાં એવી ક્ષમતા છે કે, તે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષય કે ક્ષયોપશમ કરાવી શ્રુતજ્ઞાન પ્રગટાવી શકે. વળી, સ્મરણ કરાયેલી દેવી શ્રત માટે સામગ્રીનું સંપાદન કરાવવા દ્વારા સહાયક પણ બને છે, તેથી પણ આ કાયોત્સર્ગ કરવો યોગ્ય છે.
જિજ્ઞાસા આ કાયોત્સર્ગ નીચેની કક્ષાના શ્રાવક-શ્રાવિકા કરે તે યોગ્ય છે, પણ છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા સાધુ-સાધ્વીજી ભગવંતો કરે તે યોગ્ય છે ? - તૃપ્તિ : શ્રમણભગવંતો શ્રુતદેવીના સ્મરણાર્થે આ કાયોત્સર્ગ કરે તેમાં કોઈ
વાંધો જણાતો નથી. જે કાર્યમાં જેની સહાય મળે તે લેવામાં કાંઈ અયોગ્ય નથી. વળી, મહાન શ્રતધર આચાર્યભગવંતોએ પણ ઋતદેવીની ઉપાસના તથા તેમનું સ્મરણ કર્યું છે તેવું જણાવતાં અનેક શાસ્ત્રપાઠો આવશ્યકની લઘુવૃત્તિ, બૃહદ્રવૃત્તિ, ચૂર્ણિ-ભાષ્ય, પાકિસૂત્ર, પ્રવચનસારોદ્ધાર આદિમાં મળે છે. જેમ કે, શ્રી આવશ્યક બૃહવૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મંગલાચરણ કરતાં કહ્યું છે કે, જિનવરોમાં ઇન્દ્ર સમાન એવા શ્રી વીરજિનેશ્વરને, ગુરુને, સાધુને અને શ્રુતદેવીને નમસ્કાર કરીને ગુરુના ઉપદેશથી હું આવશ્યકની વૃત્તિને કહીશ.” પંચવસ્તુમાં પણ મૃતદેવતા આદિનો કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. આ બન્ને ગ્રંથો સુવિહિત શિરોમણિ પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના છે. કદાચ કોઈના મનમાં થાય કે, તેઓ કંઈ પૂર્વધર પુરુષ નહોતા માટે તેમનું કથન કે તેમની કરણી કેવી રીતે માન્ય રખાય ? શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ પૂર્વનો (પૂર્વરૂપ શ્રુતનો) વિચ્છેદ થયો; ત્યારપછી પપ વર્ષ પછી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.નો કાળધર્મ થયો. આના આધારે નક્કી થાય છે કે હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.નો કાળ પૂર્વધર પુરુષનો કાળ હશે. ત્યારે જો આ શ્રુતદેવીને નમસ્કાર આદિ