________________
૨૪
સૂત્ર સંવેદના
- આ વંદન માટે બે મતો પ્રવર્તે છે. એક મત એવો પ્રવર્તે છે કે, જે કાર્યનો પ્રારંભ ગુરુભગવંતની ઇચ્છા અને આજ્ઞાથી કર્યો હોય, તેની સમાપ્તિ પણ વિનયપૂર્વક ગુરુને જણાવીને કરવી જોઈએ. તેથી જ આવશ્યક યથાયોગ્ય રીતે પૂર્ણ કર્યા છે તેમ જણાવવા માટે અહીં બે વાંદણા દેવાય છે.
બીજો મત એવો છે કે, આ વંદનક્રિયા પચ્ચખાણ આવશ્યક માટે છે, કેમ કે પચ્ચખાણ આવશ્યક અંતિમ છે. સર્વ આવશ્યકની જેમ તે પણ ગુરુવિનયપૂર્વક જ કરવું યોગ્ય છે માટે અહીં પચ્ચખાણ પૂર્વે બે વાંદણા દેવાય છે. કાર્ય સમાપ્તિનું નિવેદન
આ રીતે છએ આવશ્યક પૂર્ણ કરીને સાધક ગુરુભગવંતને જણાવે છે કે, “મેં સામાયિક, ચઉવિસત્યો, વંદન, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ કર્યું છે જી.”
આવું નિવેદન કરી સાધક પોતે જે છ આવશ્યક કરવાની પ્રતિજ્ઞા કરી હતી તે યથાયોગ્ય રીતે સંપન્ન થઈ છે કે નહિ, તેનો પણ યોગ્ય રીતે વિચાર કરે. જ્યાં સ્મલના થઈ હોય તેનો પશ્ચાત્તાપ કરે અને જેટલું કાર્ય સુંદર થયું હોય તેનો હૃદયમાં પ્રમોદ ધારણ કરીને, ગુરુભગવંતને જણાવે છે કે, તમારી હિતશિક્ષા અને ઉપદેશાનુસાર મારું છે આવશ્યકરૂપ પ્રતિક્રમણ નિર્વિઘ્ન પૂર્ણ થયું છે.
લોકમાં પણ એવો વ્યવહાર છે કે રાજા કે કોઈ વડિલ કાર્ય બતાવે તો પ્રણામ કરવાપૂર્વક તેનો સ્વીકાર કરવો જોઈએ અને કાર્ય પૂર્ણ થતાં પ્રણામ કરી જણાવવું જોઈએ કે, મેં આપની આજ્ઞા અનુસાર કાર્ય પૂર્ણ કર્યું છે. તે જ રીતે સાધક ગુરુની આજ્ઞા મુજબ છએ આવશ્યક પૂર્ણ કરીને જણાવે કે, “હે ભગવંત ! આપની આજ્ઞાનુસાર મેં છએ આવશ્યક પૂર્ણ કર્યા છે જી.' ૧૪. હિતશિક્ષાની વિનંતી તથા સ્તુતિમંગલ : ૧. પછી ઈચ્છામો અણુસર્ફિ એમ કહી, બેસીને નમો ખમાસમણાણે,
નમોડહંતુ ' ઇત્યાદિ બોલી, પુરૂષોએ ‘નમોડસ્તુ વર્ધમાનાય' સૂત્રની અને
સ્ત્રીઓએ સંસાર-દાવાનલ'ની ત્રણ ગાથાઓ બોલવી. પડાવશ્યકની પૂર્ણતાનું નિવેદન કરી શિષ્ય કહે, ‘ઇચ્છામો અણુસäિ' સાધક સમજે છે કે, ભલે મેં પાપનું પ્રતિક્રમણ કર્યું તોપણ હું નિમિત્તવાસી છું. નિમિત્ત મળતાં પાછું મારું મન પાપ તરફ પ્રેરાઈ જશે. આવું ન બને તે માટે “હે ભગવંત !