________________
સૂત્ર સંવેદના-૬
પરોપકાર ગુણને પ્રગટાવવા, તેને દઢ કરવા, તેની વૃદ્ધિ કરવા કે તેની પરાકાષ્ઠાએ પહોંચવા માટે જગત ઉપર સૌથી મોટો ઉપકાર કરનાર અનંતગુણના નિધાન એવા શ્રી અરિહંત પરમાત્માની ત્રિકાળ પૂજા કરવાનું ઓગણીસમું કર્તવ્ય અને તેમના ગુણોની સ્તવના કરવાનું વીસમું કર્તવ્ય દર્શાવ્યું છે. આ બે કર્તવ્ય ગુણવાનના ગુણો પ્રત્યે આદર પ્રગટાવવામાં સહાયક બની ગુણપ્રાપ્તિની દિશામાં આગળ વધારે છે.
ફર
અરિહંતની ઓળખ આપવાનું મહાન કાર્ય વર્તમાનમાં સદ્ગુરુ ભગવંતો કરે છે, માટે ગુરુભગવંતના ઉપકારોનું સ્મરણ કરવા ‘ગુરુગુણસ્તુતિ’ નામનું એકવીસમું કૃત્ય વર્ણવ્યું છે.
સમજુ શ્રાવકોને પણ સ્નેહી-સ્વજનનો રાગ પરેશાન. કરે છે. તેનાથી બચવા સજ્ઝાયકારે ‘સાધર્મિકવાત્સલ્ય’ નામનું બાવીસમું કર્તવ્ય જણાવી રાગની દિશા અને દશા બદલાવી સર્વ દુ:ખના મૂળ સમાન રાગથી મુક્ત થવાનો ઉપાય દર્શાવ્યો છે.
પરિગ્રહધારી શ્રાવકને અનેક લોકો સાથે આપ-લેના વ્યવહારો કરવાના થતા હોય છે. તેમાં જો શ્રાવક શુદ્ધિ જાળવે તો તે પ્રીતિપાત્ર બની ઘણાને ધર્માભિમુખ બનાવી શકે છે અને જો વ્યવહારમાં ગડબડ કરે તો તેના કારણે અનેક લોકોને ધર્મપ્રત્યે દ્વેષ ભાવ ઉત્પન્ન થવાનું નિમિત્ત આપી પોતે દુર્લભ બોધિ બની જાય. આવું ન થાય તે માટે ત્રેવીસમું ‘વ્યવહારશુદ્ધિ’ નામનું કર્તવ્ય જણાવ્યું છે.
માનવીનું મન ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવને ઉજવવા તે પોતાના તન, મન અને ધનનો દુર્વ્યય કરી ઘણાં પાપકર્મ બાંધે છે. આ પાપકર્મને પુણ્યકર્મમાં રૂપાંતર ક૨વા અને અનેકને બોધિની પ્રાપ્તિ કરાવવા ચોવીસમું ‘રથયાત્રા’ નામનું કૃત્ય વર્ણવ્યું છે.
અનંતકાળની સંસારયાત્રાનો અંત આણવા અને હ૨વા-ફરવાની ખોટી ઇચ્છાઓને નાથવા ‘તીર્થયાત્રા' નામનું પચ્ચીસમું કર્તવ્ય જણાવ્યું છે. તે દ્વારા શ્રાવકને સંસારસાગર તરવાનો ઉત્તમ માર્ગ દર્શાવ્યો છે.
ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ ધર્મના આધારસ્તંભ છે. તેના ઉપર જ અનેક અનુષ્ઠાનની ઇમારતો ચણાય છે. માટે છવ્વીસ, સત્યાવીસ અને અઠ્યાવીસમા કાર્ય તરીકે ‘ઉપશમ-વિવેક-સંવર'ને સ્થાન આપવામાં આવ્યું છે. શસ્ત્રથી પડેલા ઘા હજુ રૂઝાઈ શકે છે; પરંતુ વાણીના ઘા હૃદયવેધક બની