________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
અનેકનાં દુઃખનું કારણ બની જાય છે. આવી દ્રવ્ય-ભાવહિંસાથી બચવા શ્રાવક માટે ‘ભાષાસમિતિ’ નામનું ઓગણત્રીસમું કર્તવ્ય વર્ણવ્યું છે.
૬૩
શ્રાવકનું જીવન જ એવું છે કે, તેમાં ઇચ્છવા છતાં પણ સ્થાવરજીવોની જીવહિંસા રોકી શકાતી નથી. તોપણ જીવો પ્રત્યે દયાભાવને જાળવી રાખવા જ ‘છ જીવ કરુણા’ નામનું ત્રીસમું કૃત્ય દર્શાવ્યું છે.
નિ:સંગી બનવાની ઇચ્છાવાળો શ્રાવક પણ જ્યાં સુધી સંગ વિના ચલાવી ન શકે ત્યાં સુધી કુસંગથી તેનું અહિત ન થાય તે માટે તેને ‘ધાર્મિકજનનો સંસર્ગ કરવાની' સોનેરી સલાહ એકત્રીસમા કૃત્ય તરીકે આપવામાં આવી છે.
ઇન્દ્રિયોને બહેકાવે તેવાં અનેક નિમિત્તો શ્રાવકને પ્રાપ્ત થાય છે. આ નિમિત્તોને આધીન બની ક્યારે પણ શ્રાવક પોતાનાં ધર્મની કે કુળની મર્યાદા ચૂકી ન જાય તે માટે પ્રથમથી જ ઇન્દ્રિયોને અંકુશમાં રાખવા ‘કરણદમો’ નામનું બત્રીસમું કર્તવ્ય જણાવ્યું છે.
સંસારનાં કાર્યો કરતાં ચારિત્રનો ભાવ ક્યારેક નબળો પડવા સંભવ છે. આ ભાવ નબળો તો ન પડે; પરંતુ વધુ તીવ્ર બને તે માટે ‘ઉત્તમ સંયમજીવન મને ક્યારે મળશે' એવી ભાવના ભાવવારૂપ તેત્રીસમું કૃત્ય ‘ચરણપરિણામ' નામનું જણાવ્યું છે.
દુનિયાના રંગે રંગાઈને શ્રાવક નામના, કીર્તિ આદિ પાછળ ઘેલો ન બને અને તેનો ગુણવાનો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે તે માટે ચતુર્વિધ શ્રીસંઘ પ્રત્યે અતિ આદર, બહુમાન ધારણ કરવો જરૂરી છે, માટે ચોત્રીસમું કાર્ય ‘સંઘ ઉપર બહુમાન' નામનું જણાવ્યું છે.
મળેલી શક્તિ, સંપત્તિ અને બુદ્ધિના સદ્નય માટે તથા પ્રવચનની પરંપરા અવિચ્છિન્ન જળવાઈ રહે તે માટે પાંત્રીસમું કર્તવ્ય ‘પુસ્તકલેખન’ નામનું વર્ણવ્યું છે.
જે તીર્થના પ્રભાવથી અનંત આત્માઓ તરી ગયા છે, તે તીર્થની પ્રભાવના થાય, તેની જયપતાકા દિગંતમાં લહેરાય, અને અનેક લોકો આ તીર્થ તરફ આકર્ષાય, આ હેતુથી ‘તીર્થપ્રભાવના' નામનું અંતિમ અને શ્રેષ્ઠ કૃત્ય જણાવ્યું છે.
આ રીતે શ્રાવકોનાં ૩૬ કર્તવ્યો જણાવ્યાં પછી સજ્ઝાયકારે ખાસ જણાવ્યું છે કે, ‘આ દરેક કર્તવ્ય કઈ રીતે કરવાં, તેમાં કઈ વિધિ જાળવવી અને દરેક કાર્યનું