________________
૨૦૮
સૂત્ર સંવેદના-૬
૨. સહસાગારેણં - એકદમ અચાનક અકસ્માતથી કંઈ થઈ જાય તેને સહસા થયેલું કહેવાય. આવું કાર્ય જાણી જોઈને નથી થતું. દાખલા તરીકે છાશ વગેરે બનાવતાં છાંટો ઊડી અચાનક મુખમાં પડી જાય અથવા ચાલતાં ચાલતાં અચાનક વરસાદનું બિંદુ મુખમાં જાય તો તે સહસા = અચાનક ગયું કહેવાય. આવું થવાથી પ્રતિજ્ઞા ભાંગી ન જાય તે માટે પ્રતિજ્ઞા લેતા પહેલા જ આ આગાર રાખવામાં આવે છે.
ઉપરોક્ત બે આગાર નમુક્કારસિંહ પચ્ચક્ખાણના છે તથા નિમ્નોક્ત બે આગારો મુક્રિસહિ પચ્ચક્ખાણના છે.
૩. મહત્તરાગારેણં ; પચ્ચક્ખાણથી થતી નિર્જરાની અપેક્ષાએ જેમાં મહત્તર = ઘણી મોટી નિર્જરા થતી હોય તેવું સંઘનું, ચૈત્યનું અથવા ગ્લાન મુનિ આદિનું કોઈ મોટું કાર્ય આવી પડ્યું હોય અને એ કાર્ય બીજાથી થઈ શકે તેવું ન હોય અને પોતાનાથી આહાર લીધા વિના થઈ શકે તેમ ન હોય તો પચ્ચક્ખાણનો કાળ પૂર્ણ થયા પહેલા પચ્ચક્ખાણ પાળી લેવાય તો પણ પચ્ચક્ખાણનો ભંગ ન ગણાય તે માટે આ આગાર છે.
૪. સવ્વસમાહિવત્તિયાગારેણં : તીવ્ર શૂળ, અતિશય વેદના આદિથી આર્ત્તરૌદ્રધ્યાન થવાનો સંભવ છે અને તેવા દુર્ધ્યાનથી દુર્ગતિની સંભાવના પણ વધી જાય છે. તેથી દુર્ધ્યાન અટકાવવા, સમય પહેલા પચ્ચક્ખાણ પારી ઔષધિ આદિ લેવાય તો પણ પચ્ચક્ખાણનો ભંગ ન ગણાય તે માટે આ આગાર છે.
આમ, આ પચ્ચક્ખાણમાં સાધક ઉપરોક્ત ચાર (૨+૨)આગારપૂર્વક ચારે પ્રકારના આહારનો નક્કી કરેલા સમય સુધી ત્યાગ કરે છે.
મૂળ સૂત્ર ઃ
૨ પોરિસી, સા પોરિસી 1
उग्गए सूरे, नमुक्कारसहिअं पोरिसिं सापोरिसिं 11 मुट्ठिसहिअं पक्खा पच्चक्खामि
उग्गए सूरे, चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं' सहसागारेणं' पच्छन्नकालेणं दिसामोहेणं, साहुवयणेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं' वोसिर / वोसिरामि ।।
11. પોરિસી કે સા૪પોરિસીમાંથી જેનું પ્રત્યાખ્યાન કરવું હોય તે અહીં બોલવું.