________________
૧૮૬
સૂત્ર સંવેદના-૬
‘વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હુ મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.' કહેવું.
પૌષધ લઈને, સજ્ઝાય કર્યા પછી સૂર્યોદયથી બે કલાક અને ચોવીશ મિનિટ એટલે છ ઘડી સુધી સ્વાધ્યાય ક૨વો ત્યારપછી પોરિસી ભણાવવી. ૪. સવારની પોરિસી ભણાવવાની વિધિ :
પૌષધવ્રતધારી શ્રાવક સ્વભાવમાં સ્થિર થવા માટે મહાપુરુષોના વચનનો સહારો લે છે. તેમાં સૌ પ્રથમ તેઓ સૂત્ર પોરિસીમાં સામાન્ય અર્થની વિચારણા પૂર્વક શ્રુતાભ્યાસ કરે છે. શુદ્ધ ઉચ્ચાર પૂર્વક સૂત્રના એક એક શબ્દને કંઠસ્થ કરવા યત્ન કરે છે. ગણધરભગવંતો તથા મહાપુરુષોના વંચાયેલા શાસ્ત્રોના અભ્યાસથી પોતાનામાં એક શુભ ભાવનો સ્રોત ઉત્પન્ન થાય છે. આત્મા ઉપર શુભ સંસ્કારોનું આધાન થાય છે અને અનેક પ્રકારના કર્મમલનો નાશ થાય છે. આ રીતે લગભગ છ ઘડીનો સમય એટલે (૬ X ૨૪) ૧૪૪ મિનિટ પૂર્ણ થાય ત્યારે શ્રાવક ૧. એક ખમાસમણ આપીને ગુરુભગવંતને જણાવે છે કે, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બહુ પડિપુન્ના પોરિસી' (ભગવંત ! પહેલો પ્રહર મોટા ભાગે પૂર્ણ થયો છે.) ગુરુ ‘તહત્તિ’ (તે પ્રમાણે છે) કહે ત્યારે ઇચ્છું ન કહેવું.
૨. પછી એક ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ?” - એવો આદેશ માગી ગુરુ ‘પડિક્કમેહ’ કહે ત્યારે ‘ઈચ્છ’ કહી તેનો સ્વીકાર કરી ઇરિયાવહિનું પ્રતિક્રમણ કરવું. ૩. ત્યાર પછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ પડિલેહણ કરું' એવો આદેશ માંગી, ગુરુ ‘પડિલેહેહ' કહે એટલે ‘ઇચ્છું’ કહી મુહપત્તિનું પડિલેહણ કરવું.
૫. રાઈઅ મુહપત્તિની વિધિ :
સૂત્રપોરિસી પૂર્ણ કર્યા બાદ અર્થપોરિસીનો પ્રારંભ કરવાનો છે. અર્થ ભણાવવાનો અધિકાર ગીતાર્થ ગુરુભગવંતનો છે. તેમની પાસેથી જ્ઞાન મેળવવા પૂર્વે વિનય જાળવવા તેમને દ્વાદશાવર્ત વંદન એટલે કે, ઉત્કૃષ્ટ વંદન કરવું જોઈએ તેમાં