________________
પૌષધ લેવાનું સૂત્ર
તે દેશથી અવ્યાપાર પૌષધ છે તથા ખેતી, વ્યાપાર, ધંધો, નોકરી, ઘરના કામકાજ, ગાડી ચલાવવી, ટી.વી, રેડીયો ઇત્યાદિ સર્વ સાવદ્ય વ્યાપારોના ત્યાગનું પચ્ચક્ખાણ કરવું તેને સર્વથી કુવ્યાપાર વર્જન પૌષધ કહેવાય છે. ઘડવિદું-પોસહં તામિ - (હું) ચાર પ્રકારના પૌષધમાં સ્થિર થાઉં છું.
૫૭
ઉપર જણાવ્યા તે ચારે પ્રકારના પૌષધના ભાવમાં ૨હેવા હું પ્રયત્ન કરું છું. જેનો મેં ત્યાગ કર્યો છે તેવો કોઈ ભાવ મને સ્પર્શી ન જાય અને જેમાં રહેવાનો સંકલ્પ કર્યો છે તેમાં ક્યાંય પ્રમાદ ન થઈ જાય તે માટે હું સાવધ બનું છું.
પૌષધના પ્રકારો અને પ્રતિજ્ઞા જણાવ્યા બાદ હવે શ્રાવક તે પ્રતિજ્ઞા કેટલા સમય માટે લે છે તે જણાવે છે -
जाव दिवस (जावसेसदिवसरत्तं / जाव अहोरत्तं ) पज्जुवासामि દિવસ સુધી (રાત્રિ પર્યંત | અહોરાત્રિ સુધી = દિવસ અને રાત સુધી) હું પ્રતિજ્ઞાનું સેવન કરીશ.
-
પૌષધની પ્રતિજ્ઞા કર્યા પછી શ્રાવક તેની કાળ મર્યાદાનો સંકલ્પ કરતાં નક્કી કરે છે કે હું દિવસભર એટલે કે સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી અથવા આજના સૂર્યાસ્તથી આવતી કાલના સૂર્યોદય સુધી અથવા અહોરાત્ર માટે એટલે કે આજના સૂર્યોદયથી પ્રારંભી આવતીકાલના સૂર્યોદય સુધી હું પ્રતિજ્ઞાનું અખંડ પાલન કરીશ. હવે આ પ્રતિજ્ઞા કેટલા ભાંગાથી સ્વીકાર્ય છે તે જણાવે છે
दुविहं तिविहेणं, मणेणं, वायाए काएणं न करेमि, न कारवेमि મન, વચન અને કાયારૂપ ત્રણ પ્રકારના યોગથી હું બે પ્રકારે (આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને પાપ વ્યાપાર) કરીશ નહીં અને કરાવીશ નહીં.
-
આટલા પદોનો વિસ્તૃત અર્થ સૂત્ર સંવેદના-૧ના કરેમિ ભંતે સૂત્રમાં જણાવેલો છે તેથી અત્રે તેનું પુનરાવર્તન કર્યું નથી. સામાન્યથી આનો અર્થ એટલો છે કે પાપ ક૨વાના મન વચન અને કાયારૂપ જે ત્રણ સાધનો છે તે સાધનોથી જેની પ્રતિજ્ઞા કરી છે તે વસ્તુઓનું સેવન કરીશ નહીં અને અન્ય પાસે કરાવીશ નહીં. શ્રાવકને અનુમોદનાનું` પચ્ચક્ખાણ હોતું નથી.
तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि - હે ભગવન્ત ! તેનું એટલે કે અત્યાર સુધીના ભૂતકાળમાં જે આહાર, શરીરસત્કાર, 10. આની વિશેષ સમજણ માટે વંદિત્તુ સૂત્ર ગાથા-૩ની પાદનોંધ ૩ તથા કરેમિ ભંતે સૂત્ર જોવું.