________________
૫૮
સૂત્ર સંવેદના-૬
મૈથુન, કુવ્યાપારનું સેવન કર્યું હતું તેનું હું પ્રતિક્રમણ કરું છું. તેની નિંદા અને ગર્તા કરું છું અને તે પાપ વ્યાપાર કરનારા મારા આત્મપર્યાયનો ત્યાગ કરું છું.
આ સૂત્રની શરૂઆતમાં શ્રાવકે ગુરુભગવંતને સંબોધીને સંકલ્પ કર્યો હતો કે હું આજના દિવસ-રાત્રિ માટે પૌષધનો સ્વીકાર કરું છું. હવે સૂત્રના અંતમાં પુન: ગુરુભગવંતને સંબોધીને ભૂતકાળના પાપથી પાછા ફરવાનું અને વર્તમાનમાં વિભાવમાં જઈ પાપ કરવામાં પ્રવૃત્ત થનાર આત્મ પર્યાયનો ત્યાગ કરવાનું નિવેદન કરાય છે.
ગુરુભગવંતના પવિત્ર મુખે આ સૂત્રનું શ્રવણ કરતાં કે સ્વયં તેનું ઉચ્ચારણ કરતા સાધકે વિચારવું જોઈએ કે,
આજનો દિવસ કેવો ઘન્ય છે કે, આજે હું સંપૂર્ણ દિવસ નિષ્પાય જીવન જીવી શકીશ. આહારાદિ સંજ્ઞાઓને તોડવા યત્ન કરી હું મારી બહિમુર્ખતાનો ત્યાગ કરી અંતર્મુખ બની શકીશ. શરીર સત્કારનો ત્યાગ કરી હું શરીર પ્રત્યે નિ:સ્પૃહ થવા યત્ન કરી શકીશ, અબ્રહ્મનો ત્યાગ કરી, હું બ્રહ્મસ્વરૂપમાં લીન થવા મહેનત કરીશ. સંસારના સર્વ વ્યાપારનો ત્યાગ કરી, આત્મસાઘક સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનને અપ્રમત્તભાવે આરાધી શકીશ. તે દ્વારા મારી જાતનું હું નિરીક્ષણ કરીશ. કયા કષાયનું મારા આત્મા ઉપર વર્ચસ્વ છે તે વિચારીશ.
હે નાથ ! મારી ભાવના છે કે આજે મારા ચિત્તમાં કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ માટે ફરિયાદ ન હોવી જોઈએ, કોઈ પાપપ્રવૃત્તિ કરવાની ઇચ્છા ન રહેવી જોઈએ, મારા મનમાં કોઈ પ્રત્યે દ્વેષ કે ગુસ્સો તો ન જ હોવો જોઈએ, પણ ક્યાંય રાગ કે રતિ પણ ન રહેવા જોઈએ, આપ એવી કૃપા વરસાવજો, હે પ્રભુ ! મને એવું બળ દેજો કે જેથી હું આજે મારા સુખશીલીયા સ્વભાવને છોડી દરેક જીવો પ્રત્યે કરુણા ઘારણ કરી જયા પ્રઘાન જીવન જીવું.
હે પરમકૃપાળુ ! જો આપે આવું સુંદર અનુષ્ઠાન ન બતાવ્યું હોત તો સંયમ જીવનમાં સુખ છે, આહાણાદિ વિના ય આત્માનો આનંદ માણી શકાય છે તેનો મને ખ્યાલ પણ ન આવત. વિભો ! આપનો મોટો ઉપકાર છે કે મને પૌષઘનો આ માર્ગ બતાવ્યું. હવે આપ જ એવું સત્ત્વ પ્રગટાવો કે હું એનું અણીશુદ્ધ પાલન કરી શકું”