________________
“મન્નાહ જિણાણું-સજ્જાય'
૧૧૧
વર્તશો તો યાદ રાખજો કે જ્યાં એક ક્ષણ પણ કરોડ વર્ષ જેવી લાગે તેવી નરક અને નિગોદમાં તમે પહોંચી જશો.”
ઇન્દ્રિયોની પરાધીનતાના કારણે જ સારા સજ્જન માણસો પણ દેવ-ગુરુની આજ્ઞાને પગ નીચે કચડી નાંખે છે. માતા-પિતાનાં વચનોની અવહેલના કરે છે. સારા મિત્રોની શીખની ઉપેક્ષા કરે છે અને પોતાના કુળની મર્યાદાનું ઉલ્લંઘન વગેરે અનેક દોષો સેવી જીવનને બરબાદ કરી નાંખે છે.
સક્ઝાયકાર મહર્ષિ આ જ કારણથી વૈરાગ્યભીના હૃદયવાળા શ્રાવકોને કહે છે, “તમો ઇન્દ્રિયોની પરવશતાથી થતાં નુકશાનને નજરમાં રાખી તેને નિયંત્રણમાં લેવા પ્રયત્ન કરો. પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ-પ્રતિકૂળ વિષયો કેવા છે? તેને ભોગવવાથી શું ફળ મળશે ? તે પ્રાપ્ત કરવા, ભોગવવા કે તેને સાચવવા બીજા કેટલા જીવોના સુખનો ભોગ લેવાય છે? અન્યના સુખનો ભોગ તો દૂર રહ્યો પણ સાથે આપણો આત્મા પણ કેટલો દુઃખી થાય છે ? આ સર્વે બાબતોને તમે ઊંડાણથી વિચારી ઇન્દ્રિયોના આવેગને અટકાવો. જ્યાં સુધી તે ન અટકે ત્યાં સુધી તેને સારા સ્થાનમાં જોડતા રહો.
આજ સુધી ઇન્દ્રિયો જેમ કહે તેમ તમે ચાલતા હતા. હવે તેનો ઉપયોગ કરતાં પહેલાં શાસ્ત્રવચનનું સ્મરણ કરો. તેના અનુસારે ઇન્દ્રિયોને ચલાવવા યત્ન કરો. વ્રત-નિયમ રૂપ દોરડાથી તેને નિયંત્રણમાં લઈ રાગાદિ ઉત્પન્ન કરે તેવા સુંવાળા સ્પર્શથી, મિષ્ટ ભોજન આરોગવાથી, સુગંધી પદાર્થોને સુંઘવાથી, વિકારી રૂપોને જોવાથી કે સૂરીલું સંગીત સાંભળવાથી તેને દૂર રાખો.
ઇન્દ્રિયોનું નિયંત્રણ કરશો તો જ કષાયોનું શમન થશે. કષાયો શાંત થશે તો જ મનને જીતી શકશો, મન જીતાશે તો જ તેને તમે આંતર જગત તરફ વાળી આત્મભાવમાં સ્થિર કરી શકશો. આત્મભાવમાં સ્થિર થયેલું મન જ ભવિષ્યમાં તમને આત્માના આનંદ સુધી પહોંચાડી શકશે.” આથી આત્માનંદને માણવા ઈચ્છતા તમારે સૌએ પ્રથમ ઈન્દ્રિયોનું દમન કરવું અતિ જરૂરી છે.
રૂ૩. ઘર-પરિણામો - “ચારિત્ર' લેવાની ભાવના રાખો એટલે સંયમ જીવન સ્વીકારવાની અભિલાષા રાખો.
વર' એટલે ચારિત્ર અને પરિણામ' એટલે ભાવ. તેથી ચારિત્રમોહનીયકર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થયેલો આત્માનો શુદ્ધ ભાવ તે ચારિત્રનો પરિણામ છે અથવા તો ચારિત્ર પ્રાપ્ત કરવાના ભાવને પણ ચરણ પરિણામ કહેવાય.
સર્વ સંગનો ત્યાગ કરી સર્વવિરતિનો સ્વીકાર કરી, સાધના કરતાં કરતાં