________________
૧૧૨
સૂત્ર સંવેદના
સાધક જ્યારે છટ્ટા-સાતમા ગુણસ્થાનકને સ્પર્શે છે, ત્યારે તેને પ્રથમ જણાવ્યો તેવો શુદ્ધ આત્મભાવ સ્વરૂપ ચરણપરિણામ પ્રાપ્ત થાય છે, તે ચારિત્રનો પરિણામ વર્તમાનમાં પણ સુખ આપે છે અને ભવિષ્યમાં તો તે મોક્ષના મહાસુખ સુધી લઈ જાય છે. આમ છતાં આરંભ-સમારંભમાં ખૂંપેલા શ્રાવક માટે વર્તમાનમાં આ ભાવ સુધી પહોંચવું પ્રાય: અશક્ય હોય છે. આથી જ તે હંમેશા “સંયમ કહી મિલે સસનેહી પ્યારા' જેવી કડીઓ દ્વારા સંયમ મેળવવાની સતત ભાવના રાખતો હોય છે. સંયમ લેવાના તેના આ તલસાટને પણ ચરણ પરિણામ કહેવાય છે.
અનંત સંસારનું પરિભ્રમણ કરતાં જીવે દેવ-દેવેન્દ્ર કે, ચક્રવર્તીપણાનાં ભૌતિક સુખો તો અનંતીવાર મેળવ્યા છે; પરંતુ આ સર્વ સુખો નશ્વર, કાલ્પનિક અને પરાધીન હતા. તેથી જીવને તેનાથી ક્યારે તૃપ્તિ થઈ નથી. જ્યારે અંતરમાં પ્રગટેલા ચારિત્રના પરિણામથી પ્રાપ્ત થતું સુખ સ્વાધીન છે, વાસ્તવિક છે અને પરિણામે અનંતકાળ સુધી ટકે એવા મોક્ષસુખનું અવધ્ય કારણ બને તેવું છે. સંયમજીવનનું આવું સુખ ચાર ગતિમાંથી માત્ર મનુષ્યપણામાં જ મળે છે. આથી જ મનુષ્ય જન્મ દુર્લભ મનાય છે.
શ્રાવક આવા સંયમના સુખને ઝંખતો હોય છે; પરંતુ ચારિત્રમોહનીયકર્મનો ઉદય તેની આ ઝંખના પૂરી થવા દેતો નથી. રોજ રોજ શ્રાવક જો સંયમની ભાવના ભાવે તો એ ભાવના જ તેના ચારિત્ર મોહનીય કર્મને નબળાં પાડે છે.
આથી જ સક્ઝાયકાર મહર્ષિ સંયમસુખના પિપાસુ શ્રાવકને કહે છે કે, ‘તમે સતત સંયમ જીવન સ્વીકારવાની ભાવના રાખો. તે માટે સામાયિકાદિ ચારે શિક્ષાવ્રતોનું ભાવપૂર્વક પાલન કરો. હંમેશા સાધુની સામાચારી સાંભળો. તમારા અને સાધુના વ્યવહારો વચ્ચેના ભેદને સમજવા પ્રયત્ન કરો. એક પણ જીવની હિંસા વિના ચાલતી તેમની આહાર-વિહારની વ્યવસ્થા, રાગાદિ ભાવોથી બચવા માટે શાસ્ત્રાજ્ઞા મુજબની તેમની વિહાર ચર્યા, જ્ઞાન-દર્શનચારિત્રની વૃદ્ધિ માટે ભગવાને બતાવેલી ગુરુકુળની મર્યાદા, તેમાં વાચનાપૃચ્છના આદિ સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત થતો આનંદ, વૈયાવચ્ચ આદિથી પ્રાપ્ત થતી આત્માની મસ્તી, અને સમગ્ર સાધ્વાચાર દ્વારા પ્રાપ્ત થતો પ્રશમ સુખનો આસ્વાદ.. વગેરે સંયમજીવનની વિશેષતાઓને સૂક્ષ્મ બુદ્ધિથી નિહાળશે, વિચર તો કરો કે જ્યાં તમારું સંસારનું પરાધીન જીવન અને ક્યાં સંયમજીવનની સ્વાધીનતા. સંસારમાં જીવવા માટે જરૂરિયાતનો પાર નથી અને તો ય સુખનું