________________
૧૧૦
સૂત્ર સંવેદના-૬
અને દોષો પ્રત્યે દ્વેષ ભાવ જાગે છે. વૈરાગ્ય આદિ ભાવની વૃદ્ધિ થાય છે અને આગળ જતાં ક્યારેક સમૃદ્ધ સંસાર છોડવાની ભાવના પણ જાગે છે.
આ સર્વ લાભોને લક્ષમાં રાખીને સજ્ઝાયકાર મહર્ષિ ધર્મેચ્છુ શ્રાવકનેં કહે છે કે, “જ્યાં સુધી તમે સર્વથા સંગ વિના જીવી ન શકો ત્યાં સુધી તમારે કોઈનો સંગ તો કરવો જ પડશે અને કોઈની સાથે વ્યવહાર પણ કરવો પડશે. જો તમે આત્મિક હિતને ઈચ્છતા હો, તો અધર્મીના સંગને છોડી ધર્મીનો સંગ કરો. જ્યાં અનેક ધર્મપ્રેમીઓ વસતા હોય તેવા સ્થાનમાં જ તમારું નિવાસસ્થાન રાખો. વ્યાપાર કે વ્યવહાર પણ તમે ધર્મીની સાથે જ કરવાનો આગ્રહ રાખો. ક્યાંય જવું - આવવું પડે તો પણ ધર્મીનો સાથ પસંદ કરો. સંસારમાં બેઠેલા તમારે ક્યાંય આર્થિક કે માનસિક, સામાજિક કે કૌટુમ્બિક, કોઈપણ પ્રશ્નો ઊભા થાય તો તેને સુલઝાવા તમે ધર્માત્માની સલાહ લેજો. તેમની શિખામણ સાંભળજો. તેમણે દો૨વેલા રસ્તે ચાલજો કેમ કે, તેઓ દીર્ઘદ્રષ્ટિથી તમારા ભવોભવના . હિતની ચિંતા કરી નિઃસ્વાર્થ ભાવે તમને સલાહ આપશે. આ જ કારણથી ધાર્મિકજનનો સંસર્ગ સદા રાખો.
ધર્મી એટલે માત્ર જૈનકુળમાં જન્મેલા નહિ પણ ગુણસમૃદ્ધ સજ્જનો સમજવા, તેમાં પણ સંતપુરુષો મળી જાય તો તો તેમનો સત્સંગ કરવાનું ક્યારેય ન ચૂકશો. આ સત્સંગ જ તમને પરમ શ્રેયને માર્ગે આગળ વધારશે.
ઘણીવાર પૌદ્ગલિક લાભ માટે પણ લોકો ધર્મીનો સંસર્ગ કરતાં હોય છે પણ શ્રાવકે હંમેશા ધ્યાન રાખવું કે, ધાર્મિક જનનો સંસર્ગ સાંસારિક સાનુકૂળતા માટે નથી કરવાનો; પરંતુ તેના સહારે આત્મહિત સધાય તે માટે ક૨વાનો છે.
રૂ૨. ૨૬મો – ઇન્દ્રિયોનું દમન કરો એટલે કે ઇન્દ્રિયોને નિયંત્રણમાં લો. કરણ એટલે સાધન. ચામડી, જીભ, નાક, આંખ અને કાન : એ પાંચ ઇન્દ્રિયો જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે, માટે તેને ‘કરણ' પણ કહેવાય છે. આ ઇન્દ્રિયોને જ્યાં ત્યાં જતી અટકાવી તેને કાબૂમાં રાખવી, તે ‘કરણદમન’ નામનું શ્રાવકનું કર્તવ્ય છે.
નિરંકુશપણે પ્રવર્તતી આ ઇન્દ્રિયો ચપળ ઘોડા જેવી છે. લગામ વિનાનો અશ્વ જેમ તેના ઉપર સવાર થયેલ વ્યક્તિને જંગલમાં નિરર્થક ભમાડે છે, તેમ અંકુશ વિનાની ઇન્દ્રિયો પણ સાધકને દુર્ગતિની ગર્તામાં ગબડાવે છે.
શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે, “આ ઇન્દ્રિયોરૂપી ધૂતારાનો એક ક્ષણ પણ વિશ્વાસ કરવા જેવો નથી. જો તેના ઉપર વિશ્વાસ મૂકશો કે તેના કહ્યા મુજબ તમે