________________
સૂત્ર સંવેદના
અધ્યયન દ્વારા તમારી ખોટી માન્યતા અને કુસંસ્કારોને ઓળખી તેનું ઉમૂલન કરવા યત્ન કરો. આ કુસંસ્કારો દૂર નહિ થાય, તો તમે ભગવાનના વચનને વાસ્તવિક રીતે
ક્યારેય પણ સમજી નહિ શકો અને સ્વીકારી પણ નહિ શકો. ભગવાનનાં વચનને સ્વીકાર્યા વિના બાહ્ય રીતે તમે ગમે તેટલો તપ-ત્યાગ-દાનાદિ ધર્મ કરશો તોપણ તમારા આત્માનું કલ્યાણ થઈ શકશે નહિ. ભગવાનનાં કલ્યાણકારી વચનામૃતનું અમીપાન તમારે કરવું હોય, આત્માના એકે એક પ્રદેશમાં તેને પ્રસ્થાપિત કરી આત્માને અજર-અમર બનાવવો હોય, સુખસભર બનાવવો હોય, તો સૌ પ્રથમ તમે આત્મામાં રહેલી મિથ્યાત્વરૂ૫ મલિનતાને દૂર કરો.
તે માટે કુગુરુ પાસે જવાનું બંધ કરો. તેમની વાતો સાંભળવાનું છોડી દો. એટલું જ નહિ, મિથ્યાત્વનું પોષણ કરે તેવા કુમિત્રોનો પણ ત્યાગ કરો, કુમત પ્રેરિત સાહિત્ય વાંચવાનું બંધ કરો કેમ કે, કુગુરુઓ, કુમિત્રો અને કુશાસ્ત્રો તમારા પર પ્રભાવ પાડ્યા વિના નહિ રહે અને તેનાથી પડેલા કુસંસ્કારોને કારણે તમારું મન ખોટા વિકલ્પો-વિચારોના રવાડે ચઢશે..
વળી, કલ્યાણમિત્રોને શોધી કાઢો. તેમની સાથે તત્ત્વની ચર્ચા કરી તત્ત્વનો નિર્ણય કરો. આ બધું થશે તો જ મિથ્યાત્વ મોળું પડશે, બુદ્ધિ નિર્મળ થશે અને જિનવચન સમજવાની શક્તિ પ્રગટશે. નહિતર મિથ્યાત્વરૂપી મલિનતા તમારા આત્માને ક્યારેય શુદ્ધ, સ્વસ્થ નહિ થવા દે.”
રૂ. ઘરદ સમત્ત - “સમ્યક્ત્વ ધારણ કરો: મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી પ્રગટ થતો આત્માનો એક શુદ્ધ પરિણામ, તે સમ્યગ્દર્શન છે. આત્મહિતને લક્ષ્યમાં રાખીને જે જેવું છે તેવું માનવું-તેવું સ્વીકારવું તે સમ્યગ્દર્શન. આ પરિણામ પ્રભુ વચનમાં શ્રદ્ધા પ્રગટાવે છે. તત્ત્વભૂત અર્થમાં રુચિ પ્રગટાવે છે. તથા સુદેવમાં જ દેવની બુદ્ધિ, સુગુરુમાં જ ગુરુની બુદ્ધિ અને સુધર્મમાં જ ધર્મની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. 5. વાચકવર પૂ. ઉમાસ્વાતીજી મહારાજ સાહેબે તત્ત્વાર્થસૂત્રમાં સમ્યકત્વનો અર્થ કરતાં જણાવ્યું
છે કે, “તત્ત્વાર્થશ્રદ્ધાને સવર્ણનમ્ જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ અને મોક્ષ આ નવ તત્ત્વ પ્રત્યેની તીવ્ર શ્રદ્ધા-“જીવાદિ તત્ત્વોને ભગવાને જે પ્રકારે કહ્યા છે તે તે પ્રકારે જ છે તેવી રુચિ કે શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવાય છે. या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ।।
: - યોગશાસ્ત્ર ૨-૨