________________
“મન્નાહ જિણાણું-સઝાય”
શ્રાવકને કહે છે, “તમે મિથ્યાત્વને ઓળખો. તેના ભેદ પ્રભેદને જાણો. તેમાંથી કયા ભેદવાળું મિથ્યાત્વ તમોને નડે છે તે વિચારો.
અનાદિકાલીન આ દોષ સહેલાઈથી સમજાય તેવો નથી માટે તેને સમજવા સદગુરુ પાસે જાવ. તેમની પાસે જઈ વિનયપૂર્વક શાસ્ત્ર અભ્યાસ કરો. શાસ્ત્રના
આ મિથ્યાત્વને સમજાવવા શાસ્ત્રકારોએ ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી તેના પાંચ વિભાગો પાડ્યા છે તે આ પ્રમાણે1. આભિગ્રહિક મિથ્યાત્વ - “મેં માન્યું તે જ સાચું, મેં માનેલા દેવ-ગુરુ અને ધર્મ જ સત્ય
છે, બીજા બધા ખોટા છે, તેવો અત્યંત આગ્રહ રાખવો તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. 2. અનાભિગ્રહિક મિથ્યાત્વ - જેમાં આગ્રહ કોઈ નથી, પરંતુ કોઈ પ્રકારનો વિવેક પણ
નથી. સાચું-ખોટું જાણવાની ભાવના પણ નથી. માત્ર દેવ તરીકે ગણાતા સર્વ દેવ તે ભગવાન છે. સામાન્યથી બાહ્ય સંસારનો ત્યાગ કરનારા સર્વ સાધુ તે ગુરુ છે અને દયાદાનની વાતો જેમાં આવે તેવા સર્વ ધર્મ સારા છે. આવું માનનારા લોકદૃષ્ટિથી સારા છે પણ તત્ત્વદૃષ્ટિથી ખોટા છે. કેમ કે, જેનાથી સામાન્ય ભૌતિક સુખ મળવાનું છે, તેવી સુવર્ણ જેવી વસ્તુ પણ પરીક્ષા વિના લેવાથી માણસ ઠગાય છે તો જેનાથી લોકોત્તર સુખ પ્રાપ્ત થવાનું છે તેવા દેવ-ગુરુ અને ધર્મને પરીક્ષા કર્યા વિના કઈ રીતે સ્વીકારી શકાય ? માટે આ મિથ્યાત્વ પણ ત્યાજ્ય છે. આમ છતાં આવા જીવને જો સુગુરુનો ભેટો થઈ
જાય તો તેના માટે સુધરવાનો અવસર ચોક્કસ છે. 3. આભિનિવેશિક મિથ્યાત્વેઃ અભિનિવેશ એટલે દુરાગ્રહ-કદાગ્રહ. સત્ય સમજવા છતાં
માનાદિ કષાયોની તીવ્રતાના કારણે સત્યનો સ્વીકાર અને અસત્યનો ઈન્કાર ન કરવો, તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. ક્યારેક અજ્ઞાનથી કે ગુરુ વગેરેના વિશ્વાસથી કોઈ અસત્ય વાત સત્યરૂપે સ્વીકારાઈ જાય તે બને. પરંતુ સત્ય સ્વીકારવાની અને અસત્યને
છોડવાની જેની વૃત્તિ છે એવા કદાગ્રહ વિનાના જીવોને આ મિથ્યાત્વ ઘટતું નથી. 4. સાંશયિક મિથ્યાત્વઃ તત્ત્વના વિષયમાં શંકાશીલ રહેવું, તે સાંશયિક મિથ્યાત્વ છે.
આત્માદિ તત્ત્વો પ્રત્યક્ષ દેખાતા નથી તો હશે કે કેમ ? આવી શંકાના કારણે જીવ મોક્ષ માર્ગે પ્રવૃત્તિ કરી શકતો નથી અને કદાચ કરે તો તેમાં ઉત્સાહિત થઈ શકતો નથી. માટે બુદ્ધિસંપન્ન આત્માએ યોગ્ય ગુરુ પાસે જઈ આવી કોઈપણ શંકા હોય તો તેનું સમાધાન
મેળવી જીવાદિ તત્ત્વના વિષયમાં દઢ શ્રદ્ધાવાન બનવું જોઈએ. 5. અનાભોગિક મિથ્યાત્વઃ વિચાર વિહીનપણું, ઉપયોગ-શૂન્યપણું. તત્ત્વના વિષયમાં કાંઈ | વિચારવું જ નહિ તે અનાભોગિક મિથ્યાત્વ છે. વિશિષ્ટ જ્ઞાન વગરના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અસંજ્ઞી જીવોમાં તો આ મિથ્યાત્વ છે જ. પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં પણ જેઓ તત્ત્વના વિષયમાં કાંઈ વિચારતાં જ નથી, ગતાનુગતિક ધર્મક્રિયા કરે રાખે છે તેવા જીવોમાં પણ આ મિથ્યાત્વની સંભાવના છે. આ સર્વ પ્રકારના મિથ્યાત્વને કાઢવા મોક્ષેચ્છુ જીવોએ સતત આત્માદિ તત્ત્વો શું છે ? આત્મશુદ્ધિ કઈ રીતે થઈ શકે વગેરે આત્મોપકારક સર્વ વાતોને વિચારવી જોઈએ અને તત્ત્વનો નિર્ણય કરી પછી પ્રવૃત્તિ કરવી જોઈએ.