________________
સૂત્ર સંવેદના-૭
પ્રગટે છે કે, કદાચ શબ્દોથી પ્રભુની આજ્ઞા ન મળે તોપણ આજ્ઞાના હાર્દ સુધી પહોંચી,
તે આત્મકલ્યાણની દિશામાં અવશ્ય આગળ વધી શકશે.
૨. મિચ્છે પરિત્તરહ - મિથ્યાત્વનો ત્યાગ કરો.
મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી પ્રગટતો આત્માનો એક પરિણામ તે મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વનો પરિણામ આત્મહિતને અનુલક્ષીને ખોટાને સાચું અને સાચાને ખોટું મનાવે છે. આત્મહિતને અનુલક્ષીને જે જેવું છે તેવું માનવા દેતો નથી. દુઃખકારક હિંસાદિ પાપોને કર્તવ્યમાં ખપાવે છે અને સુખકારક ક્ષમાદિ ગુણોની ઉપેક્ષા કરાવે છે. આ મિથ્યાત્વના કારણે બુદ્ધિમાં ઉત્પન્ન થતાં વિપર્યાસ (વિપરીતતા)થી સ્વ-૫૨નો વિવેક ચુકાઈ જાય છે. કરણીય-અકરણીયનો ભેદ ભુલાઈ જાય છે. હિત-અહિતની વાતો વિસરાઈ જાય છે.
૭૦
4
આ મિથ્યાત્વ પળેપળ પરેશાન કરનાર તીવ્ર રાગદ્વેષના પરિણામનો પરિચય કરાવે તેવા સુદેવ-સુગરૂ અને સુધર્મથી પણ વેગળા રાખે છે અને આ રાગાદિના પરિણામને પોષનાર કુદેવ, કુગુરુ અને કુધર્મની પાછળ દોડાવે છે. ક્યારેક વળી સુદેવ, સુગુરુ, સુધર્મનો ભેટો થાય તો આત્મકલ્યાણ નિમિત્તે તેમની ઉપાસના થવાને બદલે મિથ્યાત્વના કારણે ભૌતિક આશંસાથી કે કુળાદિની મર્યાદાથી જ તેમની ઉપાસના થાય છે. આમ, કુદેવાદિમાં સુદેવાદિની બુદ્ધિ કરવી તે લૌકિક મિથ્યાત્વ છે અને સુદેવાદિને યથા-તથા માનવા‚ ભૌતિક આસંશાથી પૂજવા વગેરે લોકોત્તર મિથ્યાત્વ છે.
મિથ્યાત્વના શરણે જનાર વ્યક્તિ પોતાના પ્રેમી પાત્રોની ઇચ્છા અને માર્ગદર્શનને અનુસરી અલ્પકાલીન અને પરાધીન સુખ ખાતર પોતાના મહામૂલ્યવાન જીવનને હોડમાં મૂકી દે છે. આમ કરવામાં તે ભગવાનનાં વચનોની અવગણના કરે છે પરિણામે તે વચનોથી પ્રાપ્ત થતાં સાચા, શાશ્વત અને સ્વાધીન સુખથી વંચિત જ રહી જાય છે.
શ્રાવક આવી ભૂલથી બચી શકે તે માટે જ સજ્ઝાયકાર મહર્ષિ આત્મહિતેચ્છુ 4. મિથ્યાત્વ : ‘મિથ્યા' એટલે - ખોટું અને ‘ત્વ’ - એ ભાવસૂચક પ્રત્યય છે. એટલે ખોટાપણુંખોટી માન્યતા તે મિથ્યાત્વ છે.
अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या ।
अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्यात् ।।
યોગશાસ્ત્ર ૨-૩
દેવ કે કુદેવમાં દેવની બુદ્ધિ ક૨વી, અગુરુ કે કુગુરુમાં ગુરુની બુદ્ધિ રાખવી અથવા અધર્મમાં ધર્મનો ભ્રમ કરવો તે મિથ્યાત્વ છે.