________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
મોહાધીન આત્મા જગતના સર્વભાવો સમ્યક્ પ્રકારે ક્યારેય પણ જોઈ શકતો નથી. મોહથી પર થયેલા સર્વજ્ઞ પ્રભુ જ જડ કે ચેતન પદાર્થો જે સ્વરૂપે છે તે સ્વરૂપે યથાર્થ જોઈ શકે છે. આથી જ ભગવાને જીવાદિ પદાર્થોને જે પ્રકારે વર્ણવ્યા છે તે
પ્રકારે તેના ઉપર શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યક્ત્વ છે.
સમ્યગ્દર્શન મોક્ષનો મહાન ઉપાય છે, સુખનું પ્રારંભ સ્થાન છે, ધર્મનો પાયો છે. આ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા વિના પાળેલું ચારિત્ર, બાહ્યદૃષ્ટિએ કરેલી ધર્મારાધના કે નવપૂર્વ સુધીનું જ્ઞાન પણ નિષ્ફળ મનાયું છે. કદાચ તેને પામવાની ભાવનાથી ઉપરોક્ત ક્રિયા કરી હોય તો તે હજુ પણ સફળ બની શકે. વળી, સમ્યક્ત્વના લક્ષ્ય વિના કેળવેલા ક્ષમા, નમ્રતા, ગંભીરતા, સંતોષ આદિ અનેક ગુણો થોડી માનસિક શાંતિ કે મનનું સુખ આપી શકે છે; પરંતુ આત્મિક આનંદ કે આત્માનું હિત કરી શકતા નથી. સમ્યગ્ દર્શન પ્રાપ્ત કર્યા વિના સર્વ ધર્મ એકડા વિનાનાં મીંડા જેવો છે. તેનાથી વિશેષ કોઈ ફાયદો થતો નથી. આથી સમ્યગ્દર્શન સર્વગુણોમાં શિ૨મો૨ સ્થાને છે.
૭૩
દુનિયાની શ્રેષ્ઠ ભૌતિક સગવડો, અપાર અને અખંડ સંપત્તિના ભંડારો, ચક્વર્તીનું પદ કે ઇન્દ્રપણું આદિ મળવું સહેલું છે; પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. કરુણાસભર શાસ્ત્રકારોએ આ મૂર્ધન્ય ગુણને પ્રાપ્ત કરવા માટે ધર્મ પ્રત્યેનો દૃઢ રાગ આદિ અનેક ઉપાયો દર્શાવ્યા છે. દરેક સાધક જો સમ્યગ્દર્શનના અધિકારીના આ ગુણોને જીવનમાં વણી લેવા પ્રયત્ન કરે તો તે અવશ્ય સમ્યક્ત્વ પામી શકે.
6. सव्वन्नुपणीएसुं तत्तेसु रुई हविज्ज सम्मत्तं ।
मिच्छत्तहेउविरहा सुहायपरिणामरूवं तं ।।१५।।
- હિતોપદેશ
સર્વજ્ઞ પ્રભુએ કહેલા તત્ત્વોમાં રુચિ હોવી તે, મિથ્યાત્વના હેતુના વિરહમાં પ્રગટતો આત્મા માટે સુખપ્રદ એવો પરિણામ ‘સમ્યક્ત્વ’ છે.
7. સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ૧૩ ઉપાયો.
दधम्मरायरत्ता कम्मेसु अनिंदिएसु य पसत्ता । वसणेसु असंखुद्धा कुतित्थिरिद्धीसु वि अमुद्धा ।।१२।। अक्खुदाय अकिविणा अदुराराहा अदीणवित्तीय । हियमियपियभासिल्ला संतोषपरा अमाइल्ला ।। १३ ।। धम्मपडिकूलकुलगणजणवयनिवजणयसयणा । जणसम्मयाय पुरिसा सम्मत्तऽ हिगारिणो हुंति । । १४ ।।
– હિતોપદેશ