________________
૭૪
સૂત્ર સંવેદના-૬
આત્મિક ઉત્થાનના પાયા સમાન સમ્યક્ત્વની આવશ્યકતાને લક્ષમાં રાખી સજ્ઝાયકાર મહર્ષિ સુપ્તેચ્છુ શ્રાવકોને કહે છે કે, “સાધનાનો પ્રારંભ કરતાં પહેલાં તમે સમ્યક્ત્વને ધારણ કરો. તેને પ્રગટાવવા જીવ, અજીવ આદિ તત્ત્વોની પ્રભુ વચનના આધારે વિચારણા કરો. તેના ગુણધર્મો કેવા છે તે જાણો. પ્રભુએ કહ્યું છે, ‘જીવ અને જડ બન્ને સ્વરૂપથી તદ્દન ભિન્ન છે. કોઈ જડ પદાર્થ જીવને ક્યારેય સુખદુઃખ આપી શકતા નથી. સુખ અને દુઃખ તો જીવની માન્યતા કે, કલ્પનાના આધારે થતા ભાવો છે.’ આ વાત ઉપર વિશ્વાસ મૂકો, આગમ અને યુક્તિના સહારે તેના ઉપર દૃઢ શ્રદ્ધા કેળવો. આવી શ્રદ્ધા પ્રગટશે તો તમારામાં વિવેક પ્રગટશે, પરિણામે તમે કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે, વાતાવરણ સાથે જોડાશો ત્યારે પણ તમે તમારા આત્મહિતને વિચારી શકશો. દરેક પદાર્થને જોવા માટે પ્રભુએ અનેકાન્તની એક અદ્વિતીય દૃષ્ટિ આપી છે. તેનાથી આત્માને કે, જગતને જોશો તો જગતની નરી નશ્વરતા તમારી નજ૨ સામે આવશે, પછી તમને સમજાશે કે સંસારના કોઈ પદાર્થો શાશ્વત નથી. તે નિત્ય બદલાયા કરે છે અને નાશ પામી જાય છે. વળી તેમાંથી કોઈ આપણું રક્ષણ કરી શકે તેમ નથી. આ રીતે પૌદ્ગલિક પદાર્થોની કે, સંબંધોની નશ્વરતા, અશરણતા આદિનો ખ્યાલ આવશે તો તે તે પદાર્થો તેવા સ્વરૂપે જ આંખ સામે આવશે. આના કારણે તે પદાર્થોમાં રાગ-દ્વેષ થશે નહિ.
આવી વિચારણાથી રાગ-દ્વેષ, ગમા-અણગમાના ભાવથી ૫૨ ૨હી તમો સર્વત્ર સમતા, માધ્યસ્થ્ય, આદિ ભાવોને ધીમે ધીમે પ્રાપ્ત કરી શકશો. આ ભાવોના કારણે તમે વર્તમાનમાં પણ સુખ અનુભવી શકશો અને ભવિષ્યને પણ ઉજાળી શકશો.
વળી, જીવાદિ પદાર્થોનું ચિંતન કરતાં કરતાં જો તમારામાં સમ્યગ્દર્શનનો ભાવ પ્રગટશે તો આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિની અશ્રદ્ધા નાશ પામશે અને તેના પ્રત્યેની શ્રદ્ધારૂપ આસ્તિકતા નામનો ગુણ પ્રગટશે. પરિણામે તમને તમારા અને અન્યના આત્માને દુઃખથી બચાવવાના પરિણામરૂપ અનુકંપાનો (દયા-કરુણાનો)
૧-૬ઢપણે ધર્મરાગમાં રંગાયેલા, ૨-અનિંદિત એવા કાર્યોમાં આસક્ત થયેલા, ૩-આપત્તિઓમાં શાંત ચિત્તે રહેનારા, ૪-મિથ્યાદર્શનોના ચમત્કાર કે પ્રભાવ જોઈને મોહિત ન થનારા, ૫-ગંભીર અંત:કરણવાળા, ૬-અકૃપણ એટલે ઉદારતા ધરાવનારા, ૭-વાળ્યા વળે તેવા (પ્રજ્ઞાપનીય), ૮-દીનતા ન કરનારા, ૯-હિતકારી, પ્રિય અને જરૂર પૂરતું જ બોલનારા, ૧૦-સંતોષી, ૧૧-માયારહિત, ૧૨-ધર્મને પ્રતિકૂળ બને એવા કુલ, ગણ, દેશ, રાજા, માતા-પિતા અને સ્વજનોથી ડઘાઈ ન જનારા (અચળ) અને ૧૩-લોકપ્રિય (જનમાન્ય) એવા તેર ગુણોવાળા જીવો સમ્યક્ત્વ મેળવવાના અધિકારી છે.