________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
તેમના સ્વરૂપનું વારંવાર ચિંતન મનન કર્યું હોય તો જાપ કરતાં તે ગુણવાન આત્માઓ આપોઆપ ચિત્તમાં ઉપસ્થિત થઈ જશે અને સહજતાથી તેમના પ્રત્યે આદર અને સન્માન પ્રગટશે.
૮૯
આ સિવાય પણ ભોજન, શયન, આગમન, નિર્ગમન આદિ સમગ્ર પ્રવૃત્તિ કરતાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ ક૨વાનું ચૂકશો નહિ. અવસરે ઘરના વડીલોને પણ વિનયપૂર્વક નમસ્કાર કરવા ખાસ ખ્યાલ રાખશો. સાધર્મિક મળતાં તુરંત પ્રણામ કરજો. આ રીતે કરશો તો જ તમારા માનાદિ દોષો દૂર થશે. નમ્રતાદિ ગુણો પ્રગટશે અને સાચા અર્થમાં શાસ્ત્રવચન પરિણામ પામી શકશે.”
પરોપકાર (કરો.)
१७. परोवयारो अ ‘પર’ એટલે બીજા ઉપર અને ‘ઉવયારો' એટલે ઉપકાર. અન્ય ઉપર કરેલો ઉપકાર તે પરોપકાર છે. પોતાના સ્વાર્થને બાજુ ઉપર મૂકી બીજા માટે કાંઈક કરવું, કોઈપણ રીતે અન્યને મદદ કરવી, તેમને સહાયક બનવું કે, તેમનું ભલું થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવી તે પરોપકાર કહેવાય છે. આ પરોપકાર બે પ્રકારના હોય છે. (૧) બાહ્ય સામગ્રી દ્વારા બાહ્ય દુઃખ દૂર કરવાં કે, બાહ્ય રીતે કોઈનું ભલું થાય તેમ ક૨વું તે ‘દ્રવ્યપરોપકાર’ છે અને (૨) આંતરિક દુઃખોને દૂર કરવાનો કે આંતરિક ભાવોમાં વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો તે ‘ભાવપરોપકાર’ છે.
ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નિર્વસ્ત્રને વસ્ત્ર આપવું, નિરાશ્રયને આશ્રય આપવો, શાસ્ત્ર અભ્યાસની ઈચ્છાવાળાને તે માટે જરૂરી સામગ્રી પૂરી પાડવી, રોગી માટે ચિકિત્સાની વ્યવસ્થા કરવી કે, કરાવવી વગેરે કોઈપણ પ્રકારે બાહ્ય રીતે કોઈને સહાયક થવું, મદદ ક૨વી તે ‘દ્રવ્યપરોપકાર છે.’
બીજાના શુભ ભાવમાં, ગુણવૃદ્ધિમાં, ધર્મમાં સહાયક થવું. સામી વ્યક્તિ ધર્મનું મહત્વ સમજે, સુખ દુઃખનાં વાસ્તવિક કારણો સમજે, કર્મસિદ્ધાંતનું જ્ઞાન મેળવી દુઃખ અને દુર્ગતિથી છૂટકારો મેળવે, તે માટે સ્વયં પ્રયત્ન કરવો કે, સદ્દગુરુ દ્વારા તેવો પ્રયત્ન કરાવવો અથવા તેના આત્માનું હિત થાય તેવું કાંઈ પણ કરવું તે ‘ભાવપરોપકાર 22 છે.
દ્રવ્ય અને ભાવ પરોપકારમાંથી જૈનશાસને ભાવપરોપકારનું મહત્ત્વ ઊંચું આંક્યું છે. આ જ કારણથી શ્રાવક જ્યારે કોઈને અન્ન, વસ્ત્રાદિનું દાન કરે ત્યારે પણ તેના મનમાં તો એ જ ભાવના હોવી જોઈએ કે, ‘આ રીતે પણ હું સામી 22. ભાવ ઉપકાર : માવુવયારો સન્મત્તનાળવરળેસુ નમિન્હ સંવળ । ભાવ ઉપકાર = સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રમાં બીજા જીવોને જે સ્થાપવા, તે તેમના ઉપરનો ભાવઉપકાર છે.