________________
૧૦૧
સૂત્ર સંવેદના-૬
ચણા ચાવવા કરતાં પણ અઘરું કાર્ય છે. પૂજ્ય આનંદઘનજી મહારાજ એટલે જ તો કહે છે કે, “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.” જ્યાં સુધી મન અને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ નહિ હોય ત્યાં સુધી તેનાં તોફાનો ચાલુ જ રહેશે અને પરિણામે કર્મનું આગમન પણ અટકશે નહિ. તેથી જ તેને નિયંત્રણમાં લાવવા જ ભગવાને વ્રતનિયમનો સુંદર માર્ગ ચિંધ્યો છે. શ્રાવકનાં બાર પ્રકારના વ્રતો સ્વીકારી જો તમે તેનું અડગતાથી પાલન કરશો તો વચન અને કાયાના નિયંત્રણથી મન પણ નિયંત્રણમાં આવી જશે અને કર્મનો આશ્રવ કરાવે તેવી અનેક પ્રકારની મન, વચન અને કાયાની ક્રિયાઓથી તમે આપોઆપ અટકી સંવભાવ સાધી શકશો.
સમિતિ-ગુપ્તિ, પરિષહો, યતિધર્મ, ભાવના અને ચારિત્રસ્વરૂપ સંવરનો આ માર્ગ, સાચા સુખનો માર્ગ છે. આ માર્ગે આગળ વધતાં તમારા જીવનમાંથી પાપ પ્રવૃત્તિઓ ઘટતી જશે અને ભાવનાઓથી ભાવિત મન કર્મોદયનો સહજ સ્વીકાર કરી પ્રસન્ન રહી શકશે. આ માર્ગે આગળ વધતાં તમારા જીવનની દશા અને દિશા બદલાઈ જશે. પરિણામે તમો સંયમના માર્ગે પણ આગળ વધી શકશો. તેના દ્વારા કોઈક ધન્ય ક્ષણે તમે મન-વચન-કાયાના સર્વ વ્યાપારોમાંથી મુક્તિ મેળવી સર્વ સંવરભાવનો સ્વીકાર કરી મોક્ષનો મહા આનંદ માણી શકશો.”
ર. ભાષા-સમિ - બોલવામાં સાવધાની (વાણી પર નિયંત્રણ)
વાણીનો બિનજરૂરી અને અયોગ્ય વપરાશ ન કરવો અને જરૂર પડે ત્યારે જિનાજ્ઞાનુસાર હિત-મિત અને પથ્ય ભાષા બોલવી, તે ભાષાસમિતિ છે. આંખ, કાન આદિ સર્વ ઈન્દ્રિય એક એક જ કાર્ય કરે છે. જ્યારે જીભ બે કાર્ય કરે છે, ખાવાનું અને બોલવાનું. જીભ જ્યાં-ત્યાં રસ ઊભો કરાવી પેટ બગાડે છે અને જે તે બોલી બીજા સાથેનો વ્યવહાર બગાડે છે.
આથી જ સૂત્રકાર મહર્ષિ હિતેચ્છુ શ્રાવકોને જણાવે છે કે, “તમો ભાષા ઉપર ખૂબ સંયમ રાખો. બોલતાં પહેલાં સો વાર વિચાર કરો. પોતાની વાણી દ્વારા ક્યાંય કોઈ જીવને દુઃખ ન પહોંચે તે માટે ખાસ સાવધ રહો. જરૂર વિના બોલો જ નહિ અને બોલવાની જરૂર પડે તો હિત-મિત અને પથ્ય જ બોલો. આ રીતે વિચારીને વાણીનો ઉપયોગ કરશો તો તમારા સંબંધો ક્યાંય બગડશે નહિ.તમે પણ શાંતિ અને સમાધિથી જીવી શકશો અને તમારી સાથે સંપર્કમાં આવનાર વર્ગ પણ શાંતિ અને સમાધિપૂર્ણ જીવન જીવી શકશે. વળી અનેક લોકોને તમારા પ્રત્યે પ્રીતિ જાગશે.પ્રેમથી આકર્ષાયેલાં પાત્રોને તમો ધર્માભિમુખ પણ કરી શકશો માટે ભાષાસમિંતિ જરૂર કેળવો.”
આ સમિતિનું પાલન ન થાય અને શ્રાવક ગમે તેમ બોલે તો ઘણા નુકશાન થાય