________________
“મન્નાહ જિણાણું-સઝાય”
૧૦૭
છે. વિવેકપૂર્વક વાત કરવાની અણઆવડતના કારણે સર્વ ક્ષેત્રમાં અનેક અનર્થો સર્જાય છે. રંગમાં ભંગ પડે છે. ઘણાંનાં કોમળ હૃદય ઘવાય છે અને કહેવાય છે કે, ‘તલવારના ઘા રુઝાય છે, પણ વાણીના ઘા રૂઝાતા નથી માટે ગમે તેવા સંયોગમાં ધર્મી આત્માએ બોલવામાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. ભાષા સમિતિની જેમ અન્ય સમિતિ અને ગુપ્તિ માટે પણ શ્રાવકે યત્ન તો જરૂર કરવાનો છે અને તેનું યથાયોગ્ય પાલન પણ કરવાનું છે; પરંતુ બીજી સમિતિ કે ગુપ્તિ પૂર્ણ ન પાળી શકાય તોપણ ભાષાસમિતિ માટે તો ખાસ યત્ન કરવો જોઈએ.
અહીં એટલું ધ્યાન રાખવું કે, શ્રાવકે ભાષાસમિતિનું પાલન સ્વ-પરના કલ્યાણ માટે જ કરવાનું છે; પરંતુ બીજાને સારું લાગે કે, સંબંધો જળવાઈ રહે તે માટે નથી કરવાનું.
રૂ૦. છબ્બીવ- ય - છ-કાયના જીવો પ્રત્યે કરુણા રાખો.
આ જગતમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એમ છે પ્રકારના જીવો છે. આ સર્વ જીવો આપણા જેવા જ છે. આપણને જેમ દુઃખ નથી ગમતું તેમ આ જીવોને પણ દુઃખ નથી ગમતું. આથી જ શ્રાવકે હંમેશા એવો ભાવ રાખવો જોઈએ કે, “આ સર્વ જીવોને મારાથી કોઈપણ પ્રકારે પીડા ન થાય, તેમની નિરર્થક હિંસા ન થાય, તેમના દુઃખમાં હું નિમિત્ત ન બને અને શક્તિ હોય તો તેમને સર્વ પ્રકારનાં દુઃખોમાંથી મુક્ત કરું.” હૃદયમાં રહેલો આવા પ્રકારનો ભાવ તે “કરુણા” છે. વર્તમાનમાં પોતાની જીવનશૈલી સાવદ્ય હોવા છતાં પણ શ્રાવકની ભાવના તો સંપૂર્ણપણે નિરવદ્ય જીવન જીવવાની જ હોય છે. આથી જ તે સર્વ જીવો પ્રત્યે દયા-કરુણાનો ભાવ રાખે છે. કરુણાનો ભાવ એટલે જ બીજાને દુઃખથી મુક્ત કરવાની અભિલાષા. આ ઉત્તમ ભાવ બીજાને તો સુખ આપે જ છે પણ પોતાને પણ સુખ, શાંતિ અને સમાધિની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રકારનો શુભ ભાવ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરાવી સાધકને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે.
આથી જ સક્ઝાયકારશ્રી સુખેથ્રુ શ્રાવકને કહે છે કે, “તમે દયાળુ બનો, દરેક જીવના જીવત્વને જુઓ. તેમના સુખ-દુઃખની સંવેદનાઓનો વિચાર કરો. તમારા હૃદયને કરુણાસભર બનાવો. પરમોપકારી તીર્થંકર પરમાત્માની કરૂણાનો તો કોઈ પાર નથી. આજે જગતના જે કોઈ જીવો કાંઈક સુખની અનુભૂતિ કરી શકે છે તે તેમની કરણાનો પ્રભાવ છે. તમે કદાચ તેમના જેવી અપાર કરુણા ન પ્રવર્તાવી શકો તોપણ શકય પ્રયત્ન છએ પ્રકારના જીવો પ્રત્યે દયાભાવ કેળવજો, બીજાના દુઃખે દુ:ખી અને સુખે સુખી રહેજો. નિષ્કારણ કોઈની ક્યારે પણ હિંસા ન થઈ જાય તેની ખૂબ જ કાળજી રાખજો. દરેક જીવોને પોતાનું જીવતર વહાલું હોય છે.