________________
૧૦૮
સૂત્ર સંવેદના-
તમે તેની જીવવાની અભિલાષાની આડે ન આવતા. તમારા શોખ અને સગવડતાનાં કાલ્પનિક સુખો ખાતર નિર્દયપણે અન્ય જીવોને રહેંસી ન નાંખશો. સંસારમાં છો, કદાચ અનિવાર્યપણે સપ્રયોજન તમારે હિંસા કરવી પડે તોપણ હૃદયમાં કંપ રાખજો. હિંસામય કાર્યો કરતાં પણ જો હૈયું ધ્રુજી ઉઠતું હશે તો તમો જરૂર ક્લિષ્ટ કર્મબંધથી બચી શકશો.
સતત એવું વિચારજો કે, સંપૂર્ણ અહિંસામય જીવન જીવી શકાય તેવો પ્રભુએ પ્રબોધેલ સંયમનો માર્ગ છે; છતાં પણ નિ:સત્ત્વ એવો હું ક્ષણે ક્ષણે હિંસા કરવી પડે તેવા સંસારમાં રહ્યો છું. આઠ વર્ષની વયે જ જો મેં સંયમજીવને સ્વીકાર્યું હોત તો આ નિરપરાધી જીવોની હિંસા કરવાથી બચી ગયો હોત. ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે હું સંયમ જીવન સ્વીકારી સર્વ જીવોને અભયદાન આપી શકીશ. સંયમ જીવન જ્યાં સુધી ન સ્વીકારી શકું ત્યાં સુધી બને તેટલી હિંસાથી બચવા મારા જીવનને ખૂબ યતના પરાયણ બનાવું. મારી રહેણી-કરણીને જયણાપ્રધાન બનાવું. કદાચ મારે હિંસા કરવી પડે તો પણ દયાના પરિણામને જીવંત રાખવા પ્રયત્ન કરું. મારા બોલવા ચાલવાથી કે, અન્ય કોઈપણ ચેષ્ટાથી કોઈ જીવને દુઃખ ન થાય તે માટે સતત સાવધાની રાખું. માત્ર દ્રવ્ય હિંસા જ નહિ; પરંતુ કોઈની ભાવહિંસામાં પણ નિમિત્ત ન બની જવાય તેની કાળજી રાખું. મારા કારણે કોઈ જીવ રાગ-દ્વેષ કે ક્રોધાદિથી પીડાય નહિ તેનું ધ્યાન રાખું. સામર્થ્યના અભાવે હું સર્વ જીવોની દ્રવ્ય દયા ન પાળી શકે, તો પણ તેઓની ભાવદયા તો સતત ચિંતવું જ. માત્ર અન્યની ભાવદયા રાખું તેમ નહિ, પરંતુ મારો આત્મા પણ કોઈ રાગાદિ ભાવોથી ન પીડાય, કષાય જન્ય સંક્લેશોથી દુઃખી ન થાય અને પુદ્ગલનો સંગી બની ભવની પરંપરાનું સર્જન ન કરે તે માટે સતત જાગૃત રહું.” જિજ્ઞાસા: અહીં “સર્વ જીવોની કરૂણા” ન લખતાં “છ જીવ કરુણા” શા માટે લખ્યું ?
તૃપ્તિઃ જૈનધર્મની સૂક્ષ્મતા અને વ્યાપકતાનો પરિચય કરાવવા સક્ઝાયકારે સર્વ જીવોની કરુણા'ન લખતાં “છ જીવની કરુણા' એવું લખ્યું છે. જૈનધર્મની સૂક્ષ્મ સમજને નહિ વરેલા જગતના ઘણા ધર્મો પૃથ્વી, પાણી, અગ્નિ કે વાયુને જીવસ્વરૂપે સ્વીકારતા નથી. તેઓ ક્યારેક પૃથ્વી, પાણી આદિમાં જીવો રહે છે તેમ માને છે, પણ તે સ્વયં જ જીવ છે તેવું તેઓ માનતા નથી. પરિણામે તેઓ પાણી, વનસ્પતિ વગેરેનો અમર્યાદિત ઉપયોગ કરી જીવોની હિંસા કરે છે. આવા ધર્મો તેમના અનુયાયીઓને સૂક્ષ્મ હિંસાથી બચાવી શકતા નથી. સઝાયકારે “છ જીવ કરુણા' પદ મૂકી પૃથ્વી, પાણી આદિ પણ જીવ છે. તેમનામાં અતિ મંદ કક્ષાની ચેતના હોવાને કારણે તેમનામાં સુખ-દુઃખની લાગણી કે, હલન-ચલનની ક્રિયા ભલે સ્પષ્ટ દેખાતી