________________
૧૩૬
સૂત્ર સંવેદના
. પોતાના ક્રોધાદિ દોષોનો નાશ કરી ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરવા પ્રયત્નશીલ રહેતા હતા. આવા મહામુનિઓને નમસ્કાર કરી સાધક પોરિસીની શરૂઆત કરે છે.
સાધક જાણે છે કે મોહ એ મારો પરમ શત્રુ છે અને તેના નાશનું કાર્ય અતિ કપરું છે. શ્રીગૌતમ મહારાજા આદિ મહામુનિઓએ સત્ત્વપૂર્વક આ શત્રુના નાશ માટે જીવનભર પ્રયત્ન કર્યો હતો અને તેમાં સફળતા પણ મેળવી હતી. મોહવિજેતા આ મહાપુરુષોનું સ્મરણ, વંદન કે નમન તેમના પ્રત્યે આદર સત્કાર અને અહોભાવ પ્રગટ કરે છે. પ્રગટેલો આ શુભભાવ અશુભભાવોને અટકાવી, મોહનાશ માટેનું સત્વ પ્રગટાવે છે.
આમ મહામુનિઓને નમસ્કાર કરવાથી કપરા કામને સિદ્ધ કરવાનો ક્ષયોપશમ પ્રગટે છે, તે માટેની શક્તિ ખીલે છે અને કાર્યસિદ્ધિ હાથવગી બની જાય છે. પરિણામે સાધક પોતે પણ મોહરૂપી શત્રુના નાશ માટે સક્ષમ બને છે. તેથી જ પોરિસીની શરૂઆત મહામુનિઓને નમસ્કાર કરીને કરાય છે.
આ શબ્દો બોલતાં સાધક, શ્રી ગૌતમ મહારાજા આદિ મહામુનિઓને સ્મૃતિપટ પર સ્થાપિત કરે છે અને બે હાથ જોડી મસ્તક નમાવતાં વિચાર કરે છે કે,
“આ મહાપુરુષોના જેવું સંપૂર્ણ નિર્દોષ જીવન જીવવાની તો મારી શક્તિ નથી, તોપણ આ મહર્ષિઓના ચણામાં માથું નમાવી પ્રાર્થના કરું છું કે મારી આ રાત્રિ તો શુભભાવ અને
શુભધ્યાનમાં પસાર થાય તેવું બળ આપજો” નમસ્કાર મહામંત્રી તથા “કરેમિ ભંતે'
ત્રણ વાર “નિસીહિ'નું ઉચ્ચારણ કરીને અત્યંત સાવધાન અને સજાગ બનેલો સાધક ત્યારપછી મંગલાદિ માટે ગૌતમાદિ ક્ષમાશ્રમણોને વંદન કરવા સાથે નમસ્કાર મહામંત્ર” અને કરેમિ ભંતે” સૂત્ર પણ ત્રણ વખત બોલે છે.
તેમાં નમસ્કાર મહામંત્ર દ્વારા પંચ પરમેષ્ઠિના સ્વરૂપને સારી રીતે બુદ્ધિમાં સ્થિર કરવાથી તેમના જ્ઞાનાદિ ગુણો તથા તેમનું પરમ સુખ મનમાં રમ્યા કરે છે. તેના પ્રત્યે વિશિષ્ટ પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને તેવા ગુણોને પ્રગટ કરવાની રુચિ તીવ્રતર બને છે. આહત્ય, સિદ્ધત્વની સ્મૃતિ તાજી થતા ચિત્તમાં અપૂર્વ ભાવો પેદા 3. નમસ્કાર શબ્દના અર્થ માટે સૂત્રસંવેદના-૧માંથી ‘નમસ્કાર મહામંત્ર તથા સૂત્રસંવેદના
રમાંથી નમોડથુણં સૂત્ર જોવું.