________________
૨૦૨
સૂત્ર સંવેદના-૬
તેના ભાંગા, તેની શુદ્ધિ, તેમાં આવતા આગારો, તેના ફળ વગેરેનો પણ બોધ પ્રાપ્ત કરવો જોઈએ.3
શાસ્ત્રમાં પચ્ચક્ખાણના દસ પ્રકારો બતાવ્યા છે. તેમાં જે અદ્ધા પચ્ચક્ખાણ છે તે કાળ સાથે સંકળાયેલ છે. આ પચ્ચક્ખાણ નિત્ય ઉપયોગી હોવાથી અહીં માત્ર તેની જ ચર્ચા છે. અા પચ્ચક્ખાણોમાં કેટલાક પચ્ચક્ખાણ વિગઈ ત્યાગ સાથે સંકળાયેલા છે; જેમ કે નિવિ આદિનું પચ્ચક્ખાણ. તો વળી, કેટલાક પચ્ચક્ખાણ દિવસમાં અમુકવાર જ આહાર લેવા સંબંધી હોય છે. આમ, સંજ્ઞાને તોડવાના વિધ વિધ ઉપાયોરૂપે શાસ્ત્રમાં વિધ વિધ પચ્ચક્ખાણો દર્શાવ્યા છે.
નાનામાં નાના પચ્ચક્ખાણનું ફળ અપરંપાર છે. વંકચૂલ, ધમ્મિલ આદિ શાસ્ત્રોક્ત ઘણા દૃષ્ટાંતો તેનાં સાક્ષી છે; પરંતુ યાદ રાખવું કે પચ્ચક્ખાણ સફળ ત્યારે જ થાય કે જ્યારે તે પચ્ચક્ખાણભાષ્ય આદિ ગ્રંથોમાં જણાવેલી પચ્ચક્ખાણની છ પ્રકારની શુદ્ધિઓ જાળવીને ભાવપૂર્વક કરાયું હોય.
તે શુદ્ધિઓ આ પ્રકારે છે :
૧. જ્ઞાનશુદ્ધિ
૨. શ્રદ્ધાશુદ્ધિ
૩. વિનયશુદ્ધિ
પચ્ચક્ખાણ કરનારને તે સંબંધી જ્ઞાન હોવું જોઈએ. ‘મારા પ૨માત્માએ બતાવેલું આ પચ્ચક્ખાણ મારા આત્મકલ્યાણનું સાધન છે' - તેવી શ્રદ્ધા હોવી જોઈએ.
· ગુરુભગવંતને વંદન કરી, બે હાથ જોડી, નતમસ્તકે ઊભા રહી, ગુરુભગવંતની આજ્ઞા માંગી, વિનયપૂર્વક પચ્ચક્ખાણ ક૨વું જોઈએ.
૪. અનુભાષણશુદ્ધિ - ગુરુભગવંત જ્યારે પચ્ચક્ખાણ આપે ત્યારે પોતે પણ ઉપયોગપૂર્વક મંદસ્વરે સાથે સાથે પચ્ચક્ખાણમાં આવતા શબ્દો ઉચ્ચારવા જોઈએ. અથવા ગુરુ જ્યારે પચ્ચક્ખાઈ' કહે ત્યારે
3. આ સર્વ વિગતોને વિસ્તારથી સમજવા માટે પચ્ચક્ખાણ ભાષ્યનો ગુરુગમથી-અભ્યાસ કરવો જોઈએ.
4. અનાગત, અતિક્રાન્ત, કોટિસહિત, નિયત્રિત, અનાગાર, સાગાર, નિરવશેષ, પરિણામ કૃત, સંકેત, ૧૦અદ્ધા