________________
૧૮
સૂત્ર સંવેદના-૬
થવાથી, તેમની આશાતનાથી લાગેલા પાપો નષ્ટ થઈ જાય છે અને ગુણવાન ગુરુભગવંતની ફરી ફરીને આશાતના ન થાય તેવા પરિણામ પેદા થાય છે. ૧૧. પાંચમું આવશ્યક - કાયોત્સર્ગ: ૧. ગુરુને ખમાવીને અવગ્રહ બહાર નીકળીને પુન: બે વાર ‘સુગુરુ-વંદન' સૂત્ર
બોલીને દ્વાદશાવર્ત વંદન કરવું. પછી “આયરિય-ઉવઝાએ' સૂત્ર બોલવું. આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવા છતાં શુદ્ધ ન થયા હોય એવા ચારિત્રાચાર આદિના અતિચારોની શુદ્ધિ માટે સાધક પાંચમું કાયોત્સર્ગ આવશ્યક કરે છે. પૂર્વે જણાવ્યું તેમ વંદન કરી ગુરુ પ્રત્યેનો વિનય અદા કર્યા પછી કાયોત્સર્ગ કરવો જોઈએ. એ માટે પહેલા બે વાંદણા દેવાય છે. ત્યારપછી પૂર્વવતુ અવગ્રહમાંથી પાછા પગે બહાર નીકળીને કષાયોના ઉપશમ માટે “આયરિયવિઝાએ' સૂત્ર બોલાય છે.
સામાન્યજન પ્રત્યે થયેલો કષાય પણ સંસારવૃદ્ધિનું કારણ બને છે, તો ગુણવાન ગુરુભગવંતો પ્રત્યે થયેલો કષાય તો મહાન અનર્થની પરંપરા સર્જનાર છે. વળી, શાસ્ત્રોમાં કહ્યું છે કે, જ્યાં સુધી કષાયો ઉત્કટ હોય ત્યાં સુધી ચારિત્રમાં કોઈ સાર નથી. ત્યારનો સંયમપર્યાય પણ સંયમપર્યાય સ્વરૂપે ગણનાપાત્ર બનતો નથી. તેથી ચારિત્રાચારની શુદ્ધિ કરતા પહેલા “આયરિઅ-વિઝાએ બોલી કષાયોને ઉપશમાવવાનો પ્રયાસ કરાય છે. તે માટે આ સૂત્ર દ્વારા સૌ પ્રથમ ગુણ સંપન્ન આચાર્ય, ઉપાધ્યાય ત્યારબાદ શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ, સકલ શ્રમણ સંઘ આદિની માફી મંગાય છે. અને છેલ્લે સર્વ જીવો પ્રત્યે થયેલ અપરાધને ખમાવવામાં આવે છે. આ રીતે સાધક કષાયોને ટાળી પોતાના મૈત્રીભાવને વૃદ્ધિમાન કરે છે.
૨. પછી ‘કરેમિ ભંતે.', “ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ.’, ‘તસ્સ ઉત્તરી.” તથા 10. ગુરુભગવંતને આઠ કારણે વંદન કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે.
पडिक्कमणे सज्झाये, काउसग्गवराह-पाहुणए ।
आलोयण-संवरणे, उत्तमठे य वंदणयं ।।१।। પ્રતિક્રમણ કરતાં, સક્ઝાય-સ્વાધ્યાય કરતાં, કાયોત્સર્ગ કરતાં, અપરાધ ખમાવતાં, પ્રાહુણા સાધુ આવે ત્યારે, આલોચના લેતાં, પચ્ચખાણ કરતાં અને અણસણ કરતી વખતે – આ
આઠ કારણે દ્વાદશાવર્ત વંદન કરવું. 11. સામનમણુવસંત, સાયી નસ ૩ડી હુંતી |
मन्नामि इच्छुपुष्पं व, निष्फलं तस्स सामन्नं ।।। ચારિત્રના સામાન્ય પર્યાયને આચરતા એવા મુનિના કષાયો જો ઉત્કટ હોય તો તેનો શ્રમણપર્યાય ઇસુ (શેરડી)ના ફુલની જેમ નિષ્ફળ છે એમ હું માનું છું.