________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ - હેતુઓ સહિત
૩૧
ભાન થાય છે, ત્યારે તેને ખતમ કરવા તે કાયોત્સર્ગ જેવી વિશિષ્ટ ક્રિયાનો સહારો લે છે.
કાયોત્સર્ગના કાળ દરમ્યાન સંપૂર્ણ કુસંસ્કારોનું જેણે ઉમૂલન કર્યું છે, તેવા અરિહંત પરમાત્માનું ધ્યાન કરે છે. તે દ્વારા પરમાત્મા પ્રત્યેના ભક્તિ અને બહુમાન ભાવની વૃદ્ધિ કરે છે અને પરમાત્મ-અવસ્થાને પામવાના અરમાનો સેવે છે. આ રીતે શુભભાવપૂર્વક કાયોત્સર્ગ કરવાથી આત્મા ઉપર પડેલા કુસંસ્કારો ધીમે ધીમે નાશ પામતાં જાય છે અને આત્મા પવિત્રતાની દિશામાં આગળ વધે છે.
જિજ્ઞાસાઃ કુસ્વપ્ન કે દુસ્વપ્નથી થયેલ પાપ રાત્રિ પ્રતિક્રમણથી નાશ પામી શકે છે. તો તેના માટે અલગ કાયોત્સર્ગ શા માટે કરવાનો ?
તૃપ્તિઃ રાઈપ્રતિક્રમણ કરતાં આ પાપનો નાશ થઈ શકે છે. તોપણ સ્વપ્નના ઘન સંસ્કારોને નાબૂદ કરવા જ પ્રતિક્રમણથી અલગ એટલે પ્રતિક્રમણ કરવા પૂર્વે જ પાપની શુદ્ધિ માટે આ કાયોત્સર્ગ કરાય છે.
જિજ્ઞાસા : કુસ્વપ્ન અને દુઃસ્વપ્ન સંબંધી કાયોત્સર્ગના પ્રમાણમાં ફરક કેમ છે ?
તૃપ્તિઃ અંબ્રહ્મના સેવન આદિ રૂપ જે કુસ્વપ્ન હોય છે તેના સંસ્કારો દૃઢ હોય છે. આ સંસ્કારોનો નાશ કરવા ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરાય છે. દ્વેષાદિ ભાવથી આવેલા દુસ્વપ્નોના સંસ્કારો એટલા મલિન કે તીવ્ર ન હોવાને કારણે તેના સંસ્કારો નાશ કરવા ૧૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરાય છે.
જિજ્ઞાસા : શ્વાસોચ્છવાસ એટલે શું ? કાયોત્સર્ગમાં શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ કરવાનું છે કે ગણવાના છે ?
તૃપ્તિઃ શ્વાસોચ્છવાસ શબ્દ પારિભાષિક છે. શાસ્ત્રમાં પથસમાં ૩સીસી' એમ કહેવા દ્વારા એક પદ બોલતાં જે સમય થાય તેને શ્વાસોચ્છવાસ કહેલ છે. તેથી કાયોત્સર્ગમાં શ્વાસોચ્છવાસ જોવાના કે ગણવાના નથી, પરંતુ એટલા પદ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો છે.
લોગસ્સ સૂત્રની ગાથાઓ આર્યા છન્દ્રમાં છે. તેની એક ગાથામાં ૪ પાદ હોય છે. તેથી સંપૂર્ણ સૂત્રની ૭ ગાથાના ૨૮ પાદ થાય. ‘પાસમાં ઉસાસા' પ્રમાણે જો ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો હોય તો સાગરવરગંભીરા સુધી