________________
૩૨
સૂત્ર સંવેદના-૬
· ચાર વાર લોગસ્સ બોલવાથી ૨૭ ૪ ૪ = ૧૦૮ અને દુઃસ્વપ્ન આવ્યું હોય તો ચંદેસુ નિમ્મલયરા સુધી ૪ વાર લોગસ્સ બોલવાથી ૨૫ × ૪ = ૧૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ થાય છે. આમ કુસ્વપ્ન આવ્યું હોય તો સાગ૨વર ગંભીરા સુધીના ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરાય છે અને દુસ્વપ્ન આવ્યું હોય તો ચંદેસ નિમ્મલયરા સુધીના ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરાય છે. વર્તમાન રૂઢિ મુજબ તો કોઈપણ સ્વપ્ન આવ્યું હોય કે ન આવ્યું હોય તો પણ ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરાય છે. કાયોત્સર્ગમાં જે આત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે તે સાધક માટે આનંદનો વિષય છે, માટે સાધક કાયોત્સર્ગ પૂર્ણ કરી તે આનંદ વ્યક્ત કરવા પ્રગટ લોગસ્સ બોલે છે.
૩. ચૈત્યવંદનાદિ :
૧. પછી ખમાસમણ દઈને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ?' એમ કહી ચૈત્યવંદ્દન કરવાની આજ્ઞા માગી, તે મળ્યેથી ‘ઇચ્છું’ કહી યોગુમુદ્રામાં બેસી ‘જગચિંતામણિ’, ‘જ઼કિચિ’, ‘નમોત્થ ગં’, ‘જાવંતિ ચેઇઆઇં', બોલી એક ખમાસમણ દઈને ‘જાવંત કેવિ સાહૂં', ‘નમોઽર્હત્’, ‘ઉવસગ્ગહરં’ તથા ‘જય વીયરાય' સૂત્રો બોલીને ચૈત્યવંદન કરવું
૨. પછી ‘ભગવાનહં’ સૂત્ર બોલતાં અનુક્રમે, ગચ્છાચાર્ય, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને ચાર ખમાસમણ આપી થોભવંદન કરવું.
કાયોત્સર્ગ કર્યા પછી સાધક પૂર્વમાં જણાવ્યું તેમ મંગલાચરણ માટે દેવવંદન અને ગુરુવંદન કરે છે. દેવવંદન માટે તે યોગમુદ્રામાં બેસી જગચિંતામણિનું ચૈત્યવંદન કરે છે. તેના દ્વારા અષ્ટાપદ આદિ તીર્થોને, ઉત્કૃષ્ટકાળે વિચરતા ૧૭૦ જિનને, ૯ કરોડ કેવળીભગવંતોને, ૯ હજાર કરોડ સાધુભગવંતોને, વર્તમાનમાં વિહરતા ૨૦ વિહ૨માનોને, ૨ કરોડ કેવળીભગવંતોને ૨ હજાર કરોડ સાધુ ભગવંતોને તથા અનેક તીર્થો અને શાશ્વતી પ્રતિમાઓને વંદના કરી ભાવવિભોર બને છે. ત્યારપછી જયવીયરાય સુધીના સૂત્રો બોલવા દ્વારા મધ્યમ ચૈત્યવંદન કરીને અરિહંત પ્રત્યેના ભક્તિભાવને વૃદ્ધિમાન કરે છે. ત્યાર પછી ભગવાનહં આદિ કહી ૪ ખમાસમણપૂર્વક ગુરુભગવંતને વંદના કરે છે.