________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ હેતુઓ સહિત
-
33
૪. સજ્ઝાય (સ્વાધ્યાય) :
૧. પછી ખમાસમણ દઈને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સજ્ઝાય સંદિસાહું ?' કહી સ્વાધ્યાય સંબંધી આજ્ઞા માગવાની છે. તે મળ્યા પછી ‘ઇચ્છું' કહી એક ખમાસમણ દઈને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સજ્ઝાય કરું ?' એમ કહી સજ્ઝાય કરવાની આજ્ઞા માગવી. અને અનુજ્ઞા પ્રાપ્ત થાય એટલે સ્વાધ્યાય મુદ્રામાં બેસીને એક નવકાર ગણી, ‘ભરહેસર'ની સજ્ઝાય બોલવી અને ઉપર એક નવકાર ગણવો.
સાધક બ્રહ્મ મુહૂર્તમાં ઊઠે પણ પ્રતિક્રમણનો ઉત્સર્ગ સમય સાચવવા તે પ્રતિક્રમણની શરૂઆત યથાયોગ્ય સમયે જ કરે, તેથી ઊઠીને દેવવંદન અને ગુરુવંદન કર્યા પછી પ્રતિક્રમણનો સમય થાય ત્યાં સુધી તે સ્વાધ્યાય કરે. આ જ કારણથી દૈવસિક પ્રતિક્રમણમાં સજ્ઝાય પાછળથી ક૨વામાં આવે છે, જ્યારે અહીં પ્રારંભમાં ક૨વામાં આવે છે.
સ્વાધ્યાયના એક અંગરૂપે અહીં ‘ભરહેસર’ સૂત્ર બોલાય છે. તેના અર્થની વિચારણાપૂર્વક ધીરજથી આ સૂત્ર બોલતાં, તેના એક-એક પદો દ્વારા મહાપુરુષો અને મહાસતીઓનું સ્મરણ કરવાનું છે. તેમનું સ્મરણ કરતાં તેમના જીવન ચરિત્રો અને સંકટના સમયમાં પણ તેમણે શીલાદિ ધર્મનું જે રીતે જતન કર્યું છે તે વિશેષ પ્રકારે ખ્યાલમાં આવે છે. જેનાથી સાધકને પોતાના જીવનમાં પણ આ ગુણોના વિકાસ માટે શું કરવું જોઈએ તેનું સુંદર માર્ગદર્શન મળી રહે છે. આથી જ પ્રમોદ ભાવની વૃદ્ધિ દ્વારા ગુણવિકાસ ક૨વા આ સૂત્ર સવારે બોલાય છે.
આ સૂત્રનો સ્વાધ્યાય કર્યા બાદ પ્રતિક્રમણનો સમય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાધક ઇષ્ટદેવનું ધ્યાન-જાપ કે અન્ય શાસ્ત્રોના સ્વાધ્યાય દ્વારા પોતાના આત્માને ગુણની દિશામાં આગળ વધારવા યત્ન કરે.
૫. રાઈ પ્રતિક્રમણની સ્થાપના :
૧. પછી ‘ઇચ્છકાર સુહરાઈ સુખ તપ॰' સૂત્ર બોલી, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! રાઈઅ પડિક્કમણે ઠાઉં' એમ કહી પ્રતિક્રમણ સ્થાપના કરવાની આજ્ઞા માગવી અને તે મળતાં ‘ઇચ્છું’ કહી જમણો હાથ ચરવળા ઉપર સ્થાપીને ‘સવ્વસ્સ વિ રાઇઅ૰' સૂત્ર બોલવું.