________________
૩૪
સૂત્ર સંવેદના-૬
૨. પછી ‘નમોઽત્યુ ગં’ સૂત્ર બોલવું.
‘સર્વ કાર્યની સિદ્ધિ ગુરુ વિનય ઉપર આધારિત છે.' માટે સ્વાધ્યાયાદિ દ્વારા પવિત્ર અંતઃકરણવાળો સાધક સમય થતાં ઇચ્છકાર સૂત્ર બોલી ગુરુની સુખશાતા પૃચ્છા કરી, ગુરુ પ્રત્યેના વિનયભાવને વૃદ્ધિમાન કરીને, રાત્રિ સંબંધી જાણતા અજાણતા થયેલા પાપોની શુદ્ધિ અર્થે રાત્રિક પ્રતિક્રમણનો પ્રારંભ કરવા ગુરુ ભગવંત પાસે આજ્ઞા માગે છે. આજ્ઞા મળતાં શિષ્ય દેવસિઞ પ્રતિક્રમણની વિધિમાં જણાવ્યું તેવી વિધિ અને તેવા ભાવ સહિત ‘સવ્વસવિ' સૂત્ર બોલીને; મન-વચનકાયાથી થયેલા પાપોને યાદ કરી તે ઉપર તીવ્ર જુગુપ્સાભાવ પેદા કરે છે. જેથી રાત્રિ સંબંધી થયેલા પાપોની શુદ્ધિ થઈ શકે.
પ્રતિક્રમણ કરતા પૂર્વે જોકે દેવવંદન દ્વારા મંગલ કરેલ, પરંતુ સ્વાધ્યાય કરવામાં કાળ વિલંબ થયો હોવાથી અહીં પુનઃ મંગલ કરવા લઘુ ચૈત્યવંદનરૂપ શક્રસ્તવ (નમોઽત્યુ ણું) બોલવામાં આવે છે. તે દ્વારા પરમાત્માની પ્રારંભથી માંડી અંતિમભવ સુધીની ગુણવિકાસની સર્વ અવસ્થા નજર સમક્ષ લાવી પ્રભુ પ્રત્યેનો આદરભાવ વૃદ્ધિમાન કરાય છે. જો ચિત્ત આવા શુભ ભાવથી વાસિત થઈ જાય તો પ્રતિક્રમણની ક્રિયામાં આવનાર બાહ્ય અને અંતરંગ વિઘ્નનો નાશ થઈ શકે છે.
૬. પહેલું આવશ્યક
સામાયિક :
૧. પછી ઊભા થઈ ‘કરેમિ ભંતે’ સૂત્ર બોલવું.
ત્યાર બાદ છ આવશ્યકનો પ્રારંભ કરતો સાધક ઊર્જા થઈ હાથ જોડી માથું નમાવી સામાયિક આવશ્યકના સ્મરણાર્થે પૂર્વે જણાવેલું ભાવપૂર્વક ‘કરેમિભંતે’ સૂત્ર બોલે છે.
૭. આચારશુદ્ધિ માટે કાયોત્સર્ગ
અને બીજું આવશ્યક - ચઉવિસત્થો :
૧. પછી ‘ઇચ્છામિ ઠામિ’, ‘તસ્સ ઉત્તરી’ અને ‘અન્નત્થ' સૂત્રો બોલી એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
૨. પારીને બીજા આવશ્યક સ્વરૂપે પ્રગટ લોગસ્સ કહેવો.