________________
પૌષધ પારવાનું સૂત્ર
સિંહાસનમાં ફેરવી નાંખ્યું. શેઠના શિયળનો મહિમા ગવાયો અને શેઠ-શેઠાણી બન્ને ઉત્તરોત્તર સાધના કરી મોક્ષે સીધાવ્યા.
૧૭૫
આ દૃષ્ટાંત જોતા લાગે છે કે વ્રતનું પાલન કરવા એક નહિ અનેક ગુણોની જરૂ૨ પડે છે. માત્ર સત્વ નહિ, સાથે વિવેક, ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય વિગેરે અનેક ગુણો હોય તો જ વ્રતનું અણીશુદ્ધ પાલન કરી અનેક જીવોને ધર્માભિમુખ બનાવી શકાય છે. પૌષધવ્રત પારતી વખતે આ પદ બોલતાં શ્રાવક વિચારે કે,
“ધન્ય છે આવા શ્રાવકોને કે જેઓ વ્રતનું અખંડ પાલન કરવા આબરૂ કે પ્રાણની પણ પરવા કરતા નથી અને હું નશ્વર એવા શરીર આદિની મમતાથી પળવારમાં વ્રતને મલિન બનાવી દઉં છું. આવા મહાપુરુષોને સ્મરણમાં લાવી લીધેલા વ્રતોમાં માલિન્ચ ન થાય તે માટેનો સંકલ્પ કરું છું.” धन्नो जेसिं पोसह पंडिमा, अखंडिआ जीविअंते वि - ધન્ય છે કે જેઓની પૌષધપ્રતિમા જીવનના અંત સુધી અખંડિત રહી.
તેઓ
સાગરચંદ્ર રાજર્ષિ, કામદેવ શ્રાવક, ચંદ્રાવતંસક રાજા, સુદર્શન શેઠ આદિ વીર શ્રાવકોને ધન્ય છે. તેમને અંતરના અહોભાવ પૂર્વક નમન હો, કારણ કે ૪૮ મિનિટ માટે પણ જે પ્રતિમાનું સુવિશુદ્ધ પાલન અઘરું બને છે તે પ્રતિજ્ઞા તેમણે જીવનના અંત સુધી અખંડિત રીતે પાળી.
આ દઢપ્રતિજ્ઞ શ્રાવકોને પ્રતિજ્ઞાનો નિર્વાહ કરતાં અનેક આફતો આવી, દેવોના ઉપસર્ગ આવ્યા; અરે ! જીવમાત્રને જે અત્યંત પ્રિય હોય છે તેવા પ્રાણોને છોડવાનો પણ અવસર આવ્યો, છતાં આ શ્રાવકો વીરના સંતાન હતા. તેમને પ્રાણ કરતાં પ્રતિજ્ઞા વધારે વહાલી હતી. તેથી મરણાંત ઉપસર્ગો વચ્ચે પણ તેમણે પોતાની પ્રતિજ્ઞામાં ઊણી આંચ આવવા દીધી નહિ, જીવન કરતાં પણ ધર્મને વધુ મહત્ત્વ આપનારા આ મહાપુરુષોનું ચરિત્ર પ્રતિજ્ઞાપાલનનો એક અદકેરો આદર્શ પૂરો પાડે છે. સંગ દશામાં જીવનારા પણ અસંગદશાના કેવા અર્થી હશે તે વિચારમાત્રથી તેમના ચરણોમાં મસ્તક ઝૂકી જાય છે.
धन्ना सलाहणिज्जा सुलसा आणंद कामदेवा य । जास पसंसई भयवं दढव्वयत्तं महावीरो ।। ભગવાન મહાવીરે જેમના વ્રતની દૃઢતાને વખાણી છે, તે સુલસા આણંદ અને કામદેવ વગેરે ધન્ય અને પ્રશંસનીય છે.
1