________________
૧૭૪
સૂત્ર સંવેદના
ધ્યાનમાં ખલેલ પડશે. એવો વિચાર કરી દીવામાં તેલ પુર્ય. એ રીતે ફરી પણ જ્યારે જ્યારે દીવામાં તેલ ખૂટવા આવ્યું ત્યારે દાસીએ તેલ પૂર્યા કર્યું. પરિણામે રાજા આખી રાત કાઉસ્સગ્નધ્યાનમાં ઊભા રહ્યા અને પ્રભાત થતાં કાયોત્સર્ગ પાર્યો; પરંતુ તે વખતે આખી રાત પગ જકડાઈ જવાથી જમીન પર ઢળી પડ્યા અને મરણ પામ્યા. વ્રતની દઢતાના પ્રભાવે તેઓ મરીને દેવ થયા. આ પદ બોલતાં શ્રાવક વિચારે કે,
“ઘન્ય છે આવા રાજાઓને, ઘન્ય છે તેમની વીરતા અને સ્થિરતાને કે આવી સ્થિતિમાં પણ અધીરા કે ઉતાવળા થયા વિના પોતાનો સમતાભાવ જાળવી શક્યા. મનમાં કોઈ પ્રત્યે લેશ પણ રોષભાવ ઘારા ન કર્યો કે પોતાની પ્રતિજ્ઞામાં ક્યાંય પણ અપવાદને સ્થાન ન આપ્યું. આવું સત્ત્વ કે ઘીરજ તો મારામાં નથી તો પણ આ મહાત્માઓને યાદ કરી સત્ત્વ અને
ધીરજ કેળવવા હું યત્ન કરીશ?” સુવંસળી - સુદર્શન શેઠ સુદર્શન શેઠ એક અતિ ઉત્તમ શ્રાવક હતા. તેમને મનોરમા નામની પત્ની હતી. એક વખત તેમના મિત્રની સ્ત્રી કપિલાએ તેમની પાસે વિષય ભોગ ભોગવવાની માંગણી કરી પણ શેઠે ચલિત થયા વિના કહ્યું કે, “તો નપુંસક છું'. કોઈક પ્રસંગે શેઠના છ પુત્રો જોઈ કપિલાને ખ્યાલ આવ્યો કે પોતે છેતરાણી છે. ત્યારે કપિલાએ શેઠને પાઠ ભણાવવા રાજરાણી અભયાને ચઢાવી. અભયા રાણીએ નક્કી કર્યું કે હું સુદર્શન શેઠને અવશ્ય વશ કરીશ.
એકવાર સુદર્શન શેઠ પૌષધવ્રત ધારણ કરી કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન હતા, ત્યારે તેમને રાજમહેલમાં ઉપાડી જઈ, અભયા રાણીએ ઘણી ઘણી કામુક ચેષ્ટાઓ કરીને તેમને ચલાયમાન કરવા પ્રયત્ન કર્યો. સફળ ન થતાં ધમકીઓ આપી; પણ શેઠ ધ્યાનમાં સ્થિર રહ્યા. છેવટે તેણીએ કપટ કરી પોતાની આબરૂ લેવા આવનાર શેઠને પકડવા બૂમરાણ મચાવી દીધી. રાજસૂલટો શેઠને પકડીને લઈ ગયા. ઘણીવાર પૂછવા છતાં પણ સુદર્શન શેઠે અભયાની ભૂલ છે એવું ન કહ્યું. કારણ કે, તેઓની દૃઢ માન્યતા હતી કે કોઈકના ભોગે મારે મારી જાતને બચાવવી નથી. છેલ્લે શીલભંગ કરવાના આરોપસર રાજાએ તેમને શૂળીની સજા કરી. જ્યારે તેમને શૂળી પર ચઢાવવા લઈ જવામાં આવ્યા, ત્યારે તેમના પત્ની મનોરમા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા અને તેમના શીલના પ્રભાવે શાસનદેવે શૂળીને