________________
૧૭
સૂત્ર સંવેદના-૬
સુલસા :
સુલસા શ્રાવિકાને ખુદ પ્રભુવીરે ધર્મલાભ પાઠવેલો. સુલસા તેના સમ્યક્ત્વની દઢતા માટે પ્રસિદ્ધ છે. એકવાર હરિëગમેષી દેવ એક સાધુનો વેષ ધારણ કરી સુલસાની પરીક્ષા કરવા આવ્યા અને લાખ સોનામહોરના મૂલ્યવાળા લક્ષપાક તેલની માંગણી કરી. તુલસા અત્યંત ખુશ થઈ લક્ષપાક તેલનો શીશો લાવી પણ ત્યાં જ તે ફૂટી ગયો એમ એક પછી એક ચાર શીશાઓ ફૂટી ગયા, છતાં નિગ્રંથ સાધુઓ પ્રત્યે સુલતાને અણગમો ન થયો કે તેના મનમાં સહેજ પણ ગ્લાનિ ન થઈ. એની અતિથિસંવિભાગ કરવાની ભાવનામાં જરાય ફરક ન પડ્યો.
વળી, એકવાર પરમ શ્રાવક બનેલો અંબડ પરિવ્રાજક ચંપાપુરીમાં પ્રભુવીરને વંદન કરી રાજગૃહી આવતો હતો. ત્યારે પ્રભુએ સુલતાને “ધર્મલાભ” કહેવરાવ્યો. અંબડને વિચાર આવ્યો કે પ્રભુ જેને ધર્મલાભ કહેવડાવે તે સ્ત્રી કેવી હશે ? તેથી તેણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પચીસમાં તીર્થંકરનાં રૂપો સાક્ષાત્ બનાવ્યા, છતાંયે સુલસાની અરિહંતદેવ પરની અટલ શ્રદ્ધામાં જરાપણ ફેરફાર ન થયો. અંબડને ખાત્રી થઈ કે, ખરેખર આ દઢ સમ્યક્ત્વવાળી શ્રાવિકા છે.
અંત સમયે આરાધના કરીને સુલસા સ્વર્ગમાં ગઈ અને ત્યાંથી ચ્યવને આવતી ચોવીશીમાં નિર્મમ નામે તીર્થંકર થઈ મોક્ષમાં જશે. એ નિર્મમ તીર્થકરના જીવની વ્રતની દૃઢતાને પ્રણામ કરી શ્રાવકે પણ ભાવના ભાવવી જોઈએ કે તેનામાં પણ એવી દૃઢતા આવે. આનંદ અને કામદેવ -
આનંદ શ્રાવક પણ કામદેવની જેમ પ્રભુના મુખ્ય દસ શ્રાવકોમાં ગણના પાત્ર એક શ્રાવક હતા. અતિ સમૃદ્ધિમાન આનંદ શ્રાવકે પ્રભુ પાસે બાર વ્રત ગ્રહણ કર્યા પછી બાહ્ય પરિગ્રહને તો અતિ સીમિત બનાવી જ દીધો હતો પણ સાથે સાથે તેઓએ અંતર પરિગ્રહ સ્વરૂપ મમતાને પણ ઘણી ઘટાડી દીધી હતી.
ઉપાસકદશાંગ નામના આગમ સૂત્રમાં આનંદ શ્રાવકની ઉત્તમ મનોભાવના પ્રદર્શિત કરતાં જણાવ્યું છે કે, અણુવ્રતો અને ગુણવ્રતો પાળતાં, દોષ વગેરેમાંથી વિરમતાં, જુદા જુદા ત્યાગના નિયમો અનુસરતાં અને પૌષધ ઉપવાસથી આત્માને બરાબર કેળવતાં આનંદ શ્રમણોપાસકનાં ૧૪ વર્ષ વ્યતીત થયાં. પંદરમાં વર્ષમાં એકવાર મધ્યરાત્રિએ જાગરણ કરી તે ધર્મ-ચિંતન કરવા બેઠા હતાં. તેવામાં તેમને વિચાર આવ્યો કે “આ ગામમાં ઘણા લોકો મને પૂછી પૂછીને કાર્ય કરે છે. હું તેમનો અને મારા કુટુંબનો સલાહકાર છું - આપત્તિઓનો એક આધાર છું. હવે મારે આ