________________
GO
સૂત્ર સંવેદના-૬
દિવસમાં ઓછામાં ઓછા એકવાર કરવા જેવાં છે, તો કેટલાંક વર્ષમાં કમ સે કમ એકવાર તો કરવાં જ જોઈએ તેવાં છે.
આ એક એક કૃત્ય ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરવામાં આવે તો સક્ઝાયકારની સૂઝ ઉપર હૈયું ઓવારી જાય તેમ છે. તેમણે કેટલાંક કર્તવ્યો શ્રાવકની વૃત્તિમાં પરિવર્તન લાવવા દર્શાવ્યા છે, તો કેટલાંક કૃત્યો પ્રવૃત્તિમાં પરિવર્તન લાવવા દર્શાવ્યાં છે, લગભગ દરેક કૃત્યો દ્વારા તેમણે સ્વહિતની સાથે સાથે પરહિત પણ સાંકળી લીધું છે. વળી, કળાના રસને પોષી સ્વ-પરના મનને વિકૃત કરી જે ક્લિષ્ટ કર્મો બાંધ્યાં હોય, તેનાથી છૂટવા તેઓશ્રીએ કળાઓને ભક્તિ માર્ગે વાળી તેના દ્વારા સ્વ-પરના વૈરાગ્ય આદિ ગુણોની વૃદ્ધિ કરવાની સમજણ પણ આપી છે. આ સર્વેમાં કોઈક કૃત્યો ધનની મૂચ્છ ઉતારવાના ઔષધરૂપે દર્શાવ્યાં છે, તો કોઈક કૃત્યો ઇન્દ્રિયોના તોફાનોને નિયંત્રિત કરવાના સચોટ ઉપાયરૂપ વર્ણવ્યાં છે.
સ્વચ્છંદતાપૂર્વક વર્તતાં મન, વચન, કાયાના યોગે જ આ આખા સંસારનું સર્જન થયું છે, તેનું વિસર્જન કરવા માટે શ્રાવકે આ ત્રણે યોગોને કયાં જોડવા ? કઈ વૃત્તિ કે પ્રવૃત્તિમાં સામેલ કરવાં ? તેનું સચોટ અને સુંદર માર્ગદર્શન આ નાનકડી સઝાયમાંથી મળે છે. શ્રાવકનાં ૩૩ કર્તવ્યો:
છત્રીસ કૃત્યોની વિગતવાર વિચારણા કરીએ તો સ્પષ્ટ સમજાય તેવું છે કે, અજ્ઞાનમાં અથડાતા જીવોની એક કુટેવ હોય છે કે, સ્વેચ્છાએ વિહરવું અથવા પોતાને જેના પ્રત્યે પ્રેમ હોય તેની ઈચ્છાનુસાર વર્તવું. આ કુટેવને દૂર કરવા સૂત્રકારે સૌથી પહેલું કાર્ય જણાવ્યું, ‘તમે જિનની આજ્ઞા માનો.”
ગાઢ મિથ્યાત્વના કાળમાં જીવ ક્યારેય જિન કે જિનની આજ્ઞાને સમજી પણ શકતો નથી તો પાળી તો કેવી રીતે શકે ? માટે બીજું કૃત્ય દર્શાવ્યું, ‘
મિથ્યાત્વનો ત્યાગ કરો.”
રોજ કરવાના કૃત્યોઃ (૪ થી ૯) છ આવશ્યક, (૧૧) દાન, (૧૨) શીલ, (૧૩) તપ, (૧૪) ભાવ, (૧૫) સ્વાધ્યાય, (૧૭) નમસ્કાર, (૧૯) જિનપૂજા, (૨૦) જિનસ્તુતિ, (૨૧) ગુરુ સ્તુતિ, (૨૨) સાધર્મિક વાત્સલ્ય (૩૧) ધાર્મિકજનનો સંસર્ગ, (૩૩) ચારિત્રનો પરિણામ, (૩૫) પુસ્તક લેખન. ક્યારેક કરવા જેવા કે વાર્ષિક કર્તવ્યો: (૧૦) પર્વતિથિએ પૌષધ કરવો (૨૪) રથયાત્રા (૨૫) તીર્થયાત્રા, (૩૯) તીર્થપ્રભાવના.