________________
જ
સૂત્ર સંવેદના
૨૦. નિ-શુપાઇ - જિનની સ્તુતિ (સ્તવન) કરો. પ્રભુના સદ્ભુત ગુણોનું વર્ણન કરવું, તે જિનની સ્તવના છે. ભાવવાહી શબ્દોના સહારે પ્રભુ સાથે સંબંધ બાંધવાના, પ્રીતિ પ્રગટાવવાના કે, પ્રભુમાં એકાગ્ર થવાના પ્રયત્નને “જિન-સ્તવના' કહેવાય છે. આ સ્તવના પૂર્વપુરુષરચિત અર્થગંભીર સ્તુતિ, સ્તવન કે સ્તોત્રોથી વિશેષ પ્રકારે કરી શકાય છે. તેમાં મુખ્યતયા પ્રભુના ગુણોનું વર્ણન હોય છે, તો ક્યારેક વળી તેમાં પોતાનામાં રહેલા દોષોની આલોચના અને નિંદા કરી છે તે દોષોથી પોતાને ઉગારવાની પ્રભુને પ્રાર્થના પણ કરાય છે. આવા સ્તવનના માધ્યમ દ્વારા સાધક સહેલાઈથી પ્રભુ સાથે તાદાસ્ય સાધી શકે છે.
શ્રી ઉત્તરાધ્યયન આગમમાં તો કહ્યું છે કે, પરમકૃપાળુ પરમાત્મા જેવા અનંતાનંત ગુણોના સ્વામીના ગુણોનું ગાન કરતાં કરતાં સાધક શ્રેષ્ઠ કક્ષાના સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. આવી બોધિની પ્રાપ્તિથી સાધક કર્મનો અને ક્રમે કરીને સંસારનો નાશ કરે તેવી ઉત્તમ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરી શકે છે અને મોક્ષે ન જાય ત્યાં સુધી રૈવેયક અને અનુત્તરમાં ઉત્પન્ન થાય છે..
આ જ કારણથી સૂત્રકાર મહર્ષિ પ્રભુપ્રેમપિપાસું શ્રાવકને કહે છે કે, “તમો જિનસ્તવના કરો. તે માટે તમારા આંતરિક ભાવોને વ્યક્ત કરે તેવાં સ્તુતિ કે સ્તવનનો સહારો લો. ખૂબ મંદ સ્વરે, મધુર કંઠે, લયબદ્ધ રીતે, કોઈને અંતરાય ન થાય તેમ ધીરે-ધીરે એક-એક શબ્દને સ્પર્શી તેનું ગાન કરો. આ રીતે સ્તવન ગાવાથી તમે પ્રભુના ગુણોમાં લીન બની શકશો, બાહ્ય દુનિયાને ભૂલી અલૌકિક આંતરિક દુનિયાનું તમે અવલોકન કરી શકશો. તે દ્વારા કાંઈક અંશે પણ આત્મિક સુખનો આનંદ માણી શકશો. આથી જ તમો પ્રસંગોચિત જિનસ્તવના કરવાનું ક્યારેય ચૂકશો નહિ.” ૨૨. પુરુ-શુઝ - ગુરુની સ્તુતિ કરો. એક લૌકિક કવિએ કહ્યું છે કે, गुरु-गोविंद दोउ खडे, किसको लागू पाय । बलिहारी गुरु आपकी, जो गोविंद दियो दिखाय ।।।
ગુરુ ભગવંતના સદ્ભૂત ગુણોની સ્તવના કરવી તેનું નામ ગુરુસ્તુતિ કહેવાય છે. પ્રભુને ઓળખાવવાનું કાર્ય ગુરુભગવંતો કરે છે અને ધર્મ સમજાવવાનું કાર્ય