________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
૯૫
પણ ગુરુભગવંતો કરે છે. તેથી એક અપેક્ષાએ તેઓ આપણા નિકટના અને વધુ ઉપકારી છે. કોઈપણ ઉપકારીના ગુણગાન કરવાથી કૃતજ્ઞતા ગુણનો વિકાસ થાય છે અને તેમાંય ચારિત્રસંપન્ન ગુણવાન ગુરુભગવંતની સ્તવના કરવાથી તો ચારિત્રમોહનીય કર્મનો પણ નાશ થાય છે. સંયમજીવન સુલભ બને છે.
આ જ કારણથી સજ્ઝાયકાર મહર્ષિ ગુણાનુરાગી શ્રાવકને કહે છે કે, “તમે પરમાત્માની જેમ ગુરુની પણ સ્તવના કરો. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ગુરુના સદ્ભૂત ગુણોની સ્તુતિનું ગાન કરો. વર્તમાનમાં, ખાસ કરીને ગુરુવંદનના અવસરે, વ્યાખ્યાન શ્રવણના સમયે તથા પ્રતિક્રમણ કર્યા પછી ગુરુગુણસ્તુતિ કરવાની પ્રથા જોવા મળે છે. આ સિવાય પણ જ્યારે યોગ્ય સમય દેખાય ત્યારે વિવેકપૂર્વક પોતાના ભાવોલ્લાસની વૃદ્ધિ થાય, ગુરુના ગુણ પ્રત્યે આદર અને બહુમાનભાવ વધે તે પ્રકારે તેમના ગુણોનું સ્તવન, કીર્તન કે કથા કરવાનું ક્યારેય ચૂકશો નહિ. આ રીતે ગુરુના ગુણોની સ્તવના કરશો તો તમારામાં પણ ગુણવૃદ્ધિ
થશે.”
૨૨. સાઇનિમાળ વચ્છઠ્ઠું - સાધર્મિકનું વાત્સલ્ય કરો.
.
26
તુલ્ય ધર્મનું આચરણ કરનારને સાધર્મિક કહેવાય છે. શ્રાવકો માટે તેમના સમાન શ્રાવકધર્મનું આચરણ કરનાર અન્ય શ્રાવક અને શ્રાવિકાઓ સાધર્મિક છે. આવા સાધર્મિક પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ કે, લાગણી રાખવી તેને ‘સાધર્મિકવાત્સલ્ય’ કહેવાય છે.
આ જગતમાં સગા, સ્નેહી કે સ્વજનો મળવાં સહેલાં છે; પરંતુ સાધર્મિકો મળવા અત્યંત દોહ્યલાં છે. મહાપુણ્યનો ઉદય હોય તો જ આવા સાધર્મિકનો ભેટો થાય છે, તેમની સેવા-ભક્તિ ક૨વાની ભાવના જાગે છે, તેમના પ્રત્યે અખૂટ વાત્સલ્ય જાંગે છે. ભાવપૂર્વક સાધર્મિકની ભક્તિ કરવાથી શ્રી સંભવનાથ ભગવાનની જેમ તીર્થંકરનામકર્મનો બંધ પણ જીવ કરી શકે છે.
આ જ કારણથી સૂત્રકારમહર્ષિ અરિહંત પદ પ્રાપ્ત કરવા ઉત્સુક શ્રાવકોને કહે છે, “તમે સાધર્મિકનું વાત્સલ્ય કરો. તેમના ગુણો પ્રત્યે આદર-બહુમાન કેળવો. તેમના પ્રત્યેની પ્રીતિ દઢ કરવા પ્રત્યેક પ્રસંગે તેમને યાદ કરો. અવસર શોધી તેમને સ્વગૃહે પધારવાનું આમંત્રણ આપો. તેઓ પધારે ત્યારે તેમનું સ્વાગત કરવા
26. ક્ષમાનેન ધર્મે ચરતીતિ સામિ: સરખા ધર્મ વડે ચાલે તે સાધર્મિક