________________
સંથારા પોરિસી સૂત્ર
-
૧૬૫
વિશેષાર્થ :
સર્વ જીવો સુખને ઇચ્છે છે. દુઃખ કોઈને ગમતું નથી; પરંતુ સંસારમાં કોઈને દુઃખ આપ્યા વિના પ્રાય: સુખ મળતું નથી, પોતાના સુખ ખાતર જીવ અનંતા જીવોને દુ:ખ આપે છે. તે જેને દુઃખી કરે છે એ જીવોને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે અને વૈર બંધાય છે. વૈરભાવના કારણે તે જીવો પણ એવો સંકલ્પ કરે છે કે, મારામાં શક્તિ આવે તો હું પણ આને પૂરો કરી નાંખું. ભવિષ્યમાં શક્તિ આવે ત્યારે તેઓ પૂર્વભવના પોતાના વૈરીને મારે છે ત્યારે પુન: તે મરનાર જીવને દ્વેષ ભાવ થાય છે. આ રીતે અર્સ-પરસ વૈરભાવની પરંપરા ચાલુ રહે છે.
આવા વૈરભાવને તોડવા માટે જ સાધક સૌ પ્રથમ સઘળા જીવોને તેમના અપરાધની ક્ષમા આપતા કહે છે કે, ‘હે જીવો ! જે થાય છે તે મારા કર્મથી જ થાય છે, છતાં અજ્ઞાનવશ જ્યારે જ્યારે મારી સંપત્તિના વિનાશમાં કે મારા શરીરને કોઈક પ્રકારે હાની પહોંચાડવામાં તમે નિમિત્ત બન્યા હતા ત્યારે મેં તમને અપરાધી માની તમારી ઉપર દ્વેષ કર્યો હતો. પરમાત્માની કૃપાથી આજે મને વાસ્તવિકતા સમજાઈ છે. હું જાણું છું કે, વાસ્તવમાં અપરાધી મારા કર્મો અને મારા દોષો હતા. દ્વેષ મારે મારા કર્મો અને દોષો ઉ૫૨ ક૨વાનો હતો છતાં તમારા ઉપર મેં જે દ્વેષ કર્યો તે ખોટો હતો. આજથી હું તમારા અપરાધને તદ્દન ભૂલી જાઉં છું. હું તમને સદંતર માફ કરું છું.
બીજાના અપરાધોને માફ કર્યા પછી સાધક પોતે કરેલા અપરાધોને કારણે કોઈપણ જીવને જે દ્વેષ ઉત્પન્ન થયો હોય તેને શાંત કરવા સંસારવર્તી જીવોને ઉદ્દેશીને કહે છે કે, 'આજ સુધી મેં મારા સુખ ખાતર તમને ઘણો ઘણો ત્રાસ આપ્યો છે, તમને મૃત્યુના મુખમાં ધકેલ્યા છે. તમને અશરણ દશામાં મૂકી દીધા છે... ક્યારેક અનુકૂળતા મેળવવાના લોભમાં તો ક્યારેક વળી અહંકાર અને આવેશમાં મેં તમારી સાથે અત્યંત અયોગ્ય આચરણ કર્યું છે. આજે મેં કરેલા તે અહિતકર અને પીડાક૨ આચરણ, વચન તથા વિચાર બદલ મને શરમ આવે છે. તે પ્રસંગો યાદ આવતાં આજે મારું મન ક્ષોભ પામે છે. એ આચરણ કે વચનથી તમને કેવું દુઃખ થયું હશે, તમારા મનને કેવી ઠેસ પહોંચી હશે તે બધું; આજે પ્રભુની કૃપાથી જ્યારે મારું મન આવેશ અને આક્રોશથી મુક્ત બન્યું છે ત્યારે જેમ નીતર્યા જળમાં નીચે રહેલી વસ્તુ સ્પષ્ટ દેખાય તેમ મને સ્પષ્ટ દેખાય છે. મારી ભૂલ મને સમજાય છે. તે વખતે ક્રોધના આવેગભર્યા આવેશમાં મારાથી જે કાંઈ થઈ ગયું તે બદલ પશ્ચાત્તાપ અનુભવું છું. તમે મને મારા તે વર્તન, વાણી અને વ્યવહાર બદલ માફ