________________
સૂત્ર સંવેદના-૬
સદ્ગુરુ ભગવંતો જ ધર્મદેશનાના અધિકારી છે. તેઓ નિઃસ્વાર્થ ભાવે ભગવાને જેવું કહ્યું છે, શાસ્ત્રમાં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે બોલી શકે છે. જેમને પોતાનો કોઈ સ્વાર્થ સાધવો હોય છે તેવા કુગુરુઓ શાસ્ત્ર અનુસાર બોલતાં નથી. તેઓ તો માત્ર લોકરંજન માટે મારું કાર્ય કેમ સરે તેટલું જ ધ્યાન રાખે છે માટે આવા ગુરુના વચનાનુસાર આ કર્તવ્યો ક૨વાનાં નથી. તે જણાવવા માટે જ અહીં માત્ર ગુરુ ન કહેતાં સુગુરુ શબ્દ મૂક્યો છે.
૧૨૨
વળી, આ કાર્યો ક્યારેક, સદ્ગુરુના ઉપદેશાનુસાર અને ક્યારેક પોતાની ઈચ્છાનુસા૨ ક૨વાનાં છે તેમ નથી; પણ હંમેશા સદ્ગુરુના ઉપદેશાનુસાર જ કરવાનાં છે, તેમ જણાવવા માટે અહીં નિત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી ‘નિત્ય’ શબ્દનો અન્વય ‘ક૨વા યોગ્ય’ સાથે નથી ક૨વાનો પરંતુ સદ્ગુરુના ઉપદેશ સાથે કરવાનો છે. તેથી આ છત્રીસે કર્તવ્યો નિત્ય સદ્ગુરુના ઉપદેશ અનુસાર કરવાં જોઈએ.