________________
માંગલાં
સૂત્ર પરિચય :
આ સૂત્ર પૌષધધારી શ્રાવક તથા સાધુ ભગવંત “સ્પંડિલ ભૂમિનું પડિલેહણ કર્યું છે તેવું ગુરુ ભગવંતને જણાવવા દેવસિક પ્રતિક્રમણ પહેલાં સંધ્યા સમયે બોલે છે. તેથી આ સૂત્રને “સ્પંડિલ પડિલેહણા સૂત્ર પણ કહેવાય છે.
સૂર્ય અસ્ત થયા પછી ગમન-ગમન કરવામાં ઘણી જીવ વિરાધના થવાની સંભાવના હોય છે. આથી પૌષધધારી શ્રાવક-શ્રાવિકાઓ તથા સંયમી મહાત્માઓ સૂર્યાસ્ત પછી વસતિની બહાર અવર-જવર કરતા નથી. આમ છતાં સંયમી આત્માઓને પણ શરીરની હાજતો નડે છે. તેઓ જો મળ-મૂત્ર આદિની શંકા થયા પછી તેનો નિકાલ ન કરે તો આત્મવિરાધના કે સંયમ વિરાધના થવાની શક્યતા રહે છે, આથી સત્રિમાં વડીનીતિ (મળ) કે લઘુનીતિ (મૂત્ર) પરઠવવા માટે તે પ્રતિક્રમણ પૂર્વે સો (૧૦૦) ડગલા સુધીમાં શુદ્ધ નિર્જીવ સ્પંડિલ ભૂમિનું નિરીક્ષણ કરી રાખે છે એટલે ત્રસ જીવો, બીજ, વનસ્પતી, રાફડા, દર, છૂટા લીલા પાંદડા વગેરે ન હોય તેવી મલ-મૂત્રનું વિસર્જન કરવા યોગ્ય શુદ્ધ ભૂમિને જોઈ રાખે છે; અને તે ભૂમિમાં કોઈ જીવાદિ નથી તેની ચોકસાઈ કરીને તેઓ આ વાત ગુરુભગવંતને જણાવે છે. આ સૂત્રનો ઉપયોગ તેના માટે જ થાય છે.
ગુરુભગવંતને અંડિલભૂમિ સંબંધી નિવેદન કરવા સાધક સૌ પ્રથમ