________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
પાછા વળેલા ચોવીસ તીર્થંકરોને વંદના કરવા ‘લોગસ્સ' સૂત્ર બોલાય છે અને તેના દ્વારા તેમના જેવા સંપૂર્ણ શુદ્ધ થવાનો સંકલ્પ કરવામાં આવે છે.
૧૩
તીર્થંકર પરમાત્માએ મોક્ષમાર્ગના ઉપદેશ દ્વારા સાવદ્ય યોગની વિરતિ કેવી રીતે કરી શકાય એ જણાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. વળી, વીતરાગતાની પ્રાપ્તિ એ કર્મક્ષયનો, બોધિની પ્રાપ્તિનો કે બોધિની શુદ્ધિનો મુખ્ય હેતુ છે. તેથી આ આવશ્યક દ્વારા તેમને વંદન કરતાં દર્શનાચારની શુદ્ધિ વિશેષ પ્રકારે થાય છે.
૭. ત્રીજું આવશ્યક -- વંદન ઃ
૧. પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી.
૨. ત્યારબાદ બે વાર સુગુરુવંદન સૂત્ર બોલી, દ્વાદશાવર્ત વંદન કરવું, તેમાં બીજીવાર સૂત્ર બોલતાં, ‘આવસહિ’, ન બોલવું અને અવગ્રહથી બહાર પણ ન નીકળવું.
દેવની જેમ ગુરુભગવંત પણ પાપ વ્યાપારથી ઘણા અંશે પાછા વળેલા છે. વળી, પાપની ઓળખ અને તેના ત્યાગનો માર્ગ ગુરુભગવંત જ આપણને પ્રત્યક્ષથી આપે છે અને તે પાપોની આલોચના પણ ગુરુભગવંત સમક્ષ જ કરવાની હોય છે. તેથી પ્રતિક્રમણ કરવા પહેલા દેવવંદનની જેમ ગુરુવંદન ક૨વું પણ જરૂરી છે. દેવ અને ગુરુ વંદનની ક્રિયાઓ, સાધકના હૈયામાં દેવ અને ગુરુ પ્રત્યેનો જે બહુમાન ભાવ હોય છે તેને વૃદ્ધિમાન કરે છે. તેનાથી પાપથી પાછા ફરવાનું સામર્થ્ય પ્રગટે છે, પાપના મૂળભૂત અહંકારનો નાશ થાય છે અને વિનય ગુણ ઉલ્લસિત થાય છે. ગુણવાન પ્રત્યે આ વિનય અને બહુમાનભાવ પ્રતિક્રમણના ભાવને પ્રગટાવવાનું કારણ બને છે. આથી જ દેવને વંદન કર્યા પછી બે વાંદણા દેવા પૂર્વક ગુરુને વંદન કરવામાં આવે છે.
વંદન માટે વાંદણા સૂત્ર બોલતો સાધક ગુરુભગવંત પ્રત્યે અત્યંત આદરવાળો થાય છે. ‘અો જાય' આદિ પદો બોલી તેમના પવિત્ર ચરણોનો સ્પર્શ કરતા ધન્યતા અનુભવે છે. વળી, ‘ખત્તા મે’ આદિ પદો દ્વારા ગુરુને સુખશાતા પૂછે છે અને ‘જોહા’ ઇત્યાદિ પદો દ્વારા ગુરુ ભગવંતની કોઈપણ રીતે આશાતના થઈ ગઈ હોય તો તેનું ‘મિચ્છા મિ દુક્કડં' આપે છે. આ રીતે તે ગુણવાન ગુરુભગવંત પ્રત્યેનો અત્યંત ભક્તિભાવ પ્રદર્શિત કરે છે. આ સૂત્રની વિધિ, વાંદણાના ૨૫