________________
૧૨
સૂત્ર સંવેદના-૬
સાવદ્ય યોગોની વિરતિ થતી હોવાથી તેના દ્વારા વિશેષે કરીને ચારિત્રાચારની શુદ્ધિ થાય છે.
વિરતિનું સ્મરણ કર્યા પછી શ્રમણ ભગવંતોના સર્વચારિત્રરૂપ અને શ્રાવકોના દેશચારિત્રરૂપ જીવનમાં દિવસ દરમ્યાન કયાં કયાં સ્ખલનાઓ થઈ છે, તેનું સ્મરણ કરવા માટે સાધક ‘ઇચ્છામિ ઠામિ’ સૂત્ર બોલે છે. તેના બેંક-એક પદો દ્વારા તે પોતાની ભૂલોનું સમ્યગ્ આલોચન કરે છે.
ત્યારપછી ‘તસ્સ ઉત્તરી' અને ‘અન્નત્થ' સૂત્ર બોલી ચારિત્રાચારની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરાય છે. જેમાં શ્રાવકો નાણસ્મિની આઠ ગાથાઓ દ્વારા પંચાચારમાં થયેલી સ્ખલનાઓને સ્મરણમાં લાવે છે. જેમ કોઈ મોટા માણસ સાથે વાત કરવાની હોય તો તેના મુદ્દા પ્રથમથી નોંધી લેવામાં આવે છે, તેમ ગુરુભગવંત સમક્ષ દોષોની આલોચના કરવા ઇચ્છતો સાધક આ સૂત્ર દ્વારા દિવસ દરમ્યાન લાગેલા સર્વ દોષોને યાદ કરી તેને નાના-મોટાના ક્રમથી સંકલિત કરીને ધારી રાખે છે.
અતિચારોનું સંપૂર્ણ પ્રતિક્રમણ ત્રણ તબક્કામાં નિષ્પન્ન થાય છે.
૧. સૌ પ્રથમ કયા કયા દોષો લાગ્યા છે, તેનું ચિંતન કરી માનસિક નોંધ તૈયાર કરવી.
૨. ગુરુભગવંત સમક્ષ તે દોષોને પ્રગટ કરવા.
૩. દોષોના સંસ્કારોનું પણ ઉન્મૂલન કરવા પ્રતિક્રમણ કરવું.
તેમાં અહીં અતિચારના આલોચનરૂપ પ્રથમ તબક્કો સંપન્ન થાય છે.
૭. બીજું આવશ્યક – ચઉવિસત્થો :
૧. કાઉસ્સગ્ગ પારીને પ્રગટ રીતે ‘લોગસ્સ' સૂત્ર બોલવું.
કાયોત્સર્ગમાં જે દોષોનું આલોચન કર્યું હોય તે દોષોથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણનું કાર્ય સુગમ નથી. આથી જ પ્રતિક્રમણ કરતા પહેલા પાપથી પૂર્ણપણે
5. શ્રમણ ભગવંતો અહીં નીચેની ગાથા દ્વારા અતિચારોનું ચિંતન કરે છે : ‘સયળાસન-ન્ન-પાને, ચેઍ-ન-સિન્ન-હ્રાય-ન્નારે । સમિડું-માવળ-મુત્તી-વિતહાવરને ય અગરો ।।