________________
૧૪૭
સંથારા - પોરિસી સૂત્ર
આવેલા મૃત્યુમાં પણ મમતા આદિના ભાવોથી ચિત્ત ગ્લાન કે પ્લાન ન બને અને સમાધિ જાળવી સદ્ગતિ પ્રાપ્ત કરી શકાય તે માટે નિદ્રાધીન થતાં પહેલા સાધક આ ગાથા બોલી સાધક સાગારી અનશન સ્વીકારે છે.
સાગારી એટલે આગાર સહિત અને આગાર એટલે છૂટ. આગાર સહિતના અનશનને સાગારી અનશન કહેવાય છે. આવા અનશનમાં થોડી છૂટ રાખવામાં આવે છે, તેથી આવા અનશનનો સ્વીકાર કરતી વખતે સાધક એવો સંકલ્પ કરે છે કે, “જો રાત્રિમાં મારું મૃત્યુ થાય તો મારે આહાર-શરીરઉપધિનો સર્વથા ત્યાગ અને જો મૃત્યુ ન આવે તો (બધી છૂટ) ત્યાગ નહિ. આવો સંકલ્પ કરી સાધક સર્વ પ્રકારના અંતરંગ અને બાહ્ય પરિગ્રહમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. *
આમ તો સંયમજીવનને સ્વીકારતી વખતે સાધક સર્વ પરિગ્રહનો ત્યાગ કરે જ છે; પરંતુ શરીરનો ત્યાગ શક્ય ન હોવાથી તે શરીરનો ત્યાગ કરી શકતો નથી. શરીર સાથે સંકળાયેલો હોવાના કારણે તેને આહાર માટે પાત્ર અને લજ્જાસંયમ માટે વસ્ત્રાદિ રાખવા પડે છે. રાખેલી આ ચીજોમાં મમતા ન થાય તે માટે તે સતત સાવધાન રહે છે. આમ છતાં અનાદિ કુસંસ્કારોને કારણે ત્યાં મમત્વ થવાની સંભાવના રહે છે. મૃત્યુ સમયે જો આવા સંયમસાધક ઉપકરણો પ્રત્યે પણ મમતા રહી જાય તો સમાધિ જોખમાય છે. આથી જ સાધક રોજ રાત્રે સંયમ સાધક દેહઆહાર અને ઉપધિનો ત્યાગ કરવા સાગારી અનશન સ્વીકારે છે. આવું અનશન સ્વીકારવાથી ચિત્ત પૌગલિક ભાવોથી પર થઈ સહેલાઈથી આત્મધ્યાનમાં લીન બની શકે છે.
આ ગાથા બોલતો સાધક દેહ, વસ્ત્ર, પાત્ર આદિ સર્વ ને સ્મરણમાં લાવે અને ભાવથી તેની સાથેનો પણ સંબંધ તોડવા વિચારે કે,
“આ રાત્રિમાં જ જો મારું મૃત્યુ થઈ જાય તો આ સર્વ ચીજોનો માટે મન-વચન-કાયાથી ત્યાગ છે. મનથી આ મારા છે તેવું હું હવે નહિ માનું - તે સંબંધી વચન-પ્રયોગ પણ નહિ કહું અને તેના રક્ષાની આળ-પંપાળથી પણ હું મુક્ત થાઉં છું. આ રીતે શરીર
ઉપાધિ વગેરેની મમતાને તોડવા હું યત્ન કરું છું.” 19. અનશન અને તેના પ્રકારોની વિશેષ જાણકારી સૂત્ર સંવેદના-૩માં નાણમેિ સૂત્રમાંથી જાણી
શકાશે.