________________
“મનહ જિણાણું-સઝાય”
૧૧૭
શ્રીસંઘની ભૂલેચૂકે પણ આશાતના ન થઈ જાય તેનું ધ્યાન રાખો. શાસ્ત્રમાં ઠેર ઠેર જણાવ્યું છે કે સંઘની આશાતનાનો ભાવ પણ મહાઅનર્થકારી છે, દુર્લભબોધિ બનાવનાર છે. સગરચક્રવર્તીના પુત્રોએ ઘણા ભવો પૂર્વે ક્યારેક એકાદ નબળા વિચાર દ્વારા સંઘની આશાતના કરેલ, તેના પરિણામે અનેક ભવો સુધી તેમનું મૃત્યુ બગડયું હતું. આ જ કારણથી સંઘની આશાતના તો ન જ કરો. પણ આદર પ્રગટે એવો પ્રયત્ન કરો... રૂપ - પુત્યય-પિ - પુસ્તકો લખાવો.
અજ્ઞાનના અંધારામાં અથડાતા લિકાળના જીવો માટે સર્વજ્ઞ અરિહંતનાં વચનો અહિતના માર્ગેથી ઉગારી હિતના માર્ગે ચઢાવનાર ભોમિયા સમાન છે. સર્વજ્ઞ ભગવંતનાં વચનો તેમની ગેરહાજરીમાં પણ તેમની ગરજ સારે છે. આ હિતકારી જિનવચનોનો જેમાં સંગ્રહ થયો છે, જે કાગળ કે પત્ર ઉપર જિનવચનો કંડારાયાં છે તેને અહીં પુસ્તક તરીકે જણાવ્યા છે.
જિનવચનોનો બોધ કરાવનાર પુસ્તકોને સ્વ-પર હિતાર્થે સ્વયં લખવાં કે લખાવવાં, તે પુસ્તકલેખન સ્વરૂપ શ્રાવકનું એક કર્તવ્ય છે.
અરિહંતો જ્યારે સ્વયં વિચરતા હતા કે તીવ્ર મેધાવી ગીતાર્થ ગુરુભગવંતો જ્યારે હાજર હતા ત્યારે પુસ્તકો લખાવવાની જરૂર નહોતી રહેતી. પરંપરાથી પ્રાપ્ત થયેલાં પ્રભુવચનોને ગુરુ ભગવંત સ્વયં સુયોગ્ય શિષ્યોને સંભળાવતા અને વિનયવંત વિનેયો (શિષ્યો) તેનું અવધારણ કરી લેતાં તેને સ્મરણમાં રાખી લેતા). આ રીતે માત્ર પઠન અને શ્રવણ દ્વારા પ્રભુ વચનની અવિચ્છિન્ન પરંપરા ચાલુ રહેતી હતી.
કાળક્રમે પ્રભુ શાસનને પામેલા સુશિષ્યોની પણ બુદ્ધિ, સ્મૃતિ, સંઘયણ બળ (શારીરિક બળ) વગેરે ઘટવા લાગ્યાં. જેના કારણે પ્રભુનાં વચનોનું વિસ્મરણ થવા લાગ્યું. આથી ચિંતિત બનેલા ગીતાર્થ ગુરુ ભગવંતો ભેગા થયા અને શ્રુતવારસાને ટકાવવા શું કરવું જોઈએ તેનો વિમર્શ કર્યો. પરિણામે તેઓએ ચિર ટકાઉ તાડપત્ર આદિ ઉપર જિનવચનોને આલેખવાનું નક્કી કર્યું. ત્યારથી શ્રુત પુસ્તકારૂઢ થયું અને આજ સુધી જ્ઞાની મહાપુરુષોના સહારે આ પરંપરા જીવંત રહી છે. જેના લીધે આજે પણ આપણને સમૃદ્ધ એવો શ્રુતવારસો પ્રાપ્ત થઈ રહ્યો છે.
જ્ઞાનપ્રાપ્તિના સાધનસ્વરૂપ પુસ્તકો જૈન શાસનની એક અમૂલ્ય સંપત્તિ છે. તેને ટકાવવામાં અનેક અવરોધો આવ્યા કરે છે. ક્યારેક જૈનધર્મના વૈરી-શત્રુ