________________
૧૧૮
સૂત્ર સંવેદના-૬
મોગલ રાજાઓએ તથા અંગ્રેજોએ લશ્કરની રસોઈ કરવામાં કે તાપણા તરીકે ગ્રંથોના ગ્રંથો બાળી નાંખ્યા, તો યતિઓના કાળમાં વળી ઘણા ગ્રંથો વેચાઈ પરદેશ ચાલ્યા ગયા. કાળક્રમે કેટલાય ય ગ્રંથો કુદરતી આપત્તિઓના ભોગે નાશ પામ્યા. ઘણા ગ્રંથો તો કાગળ કે તાડપત્રની ઉમર થતાં નષ્ટ થયા, તો ઘણા વળી ઊધઈ આદિનો ભોગ બન્યા. આમ છતાં પણ અનેક શાસન ભક્ત સાધુ-સાધ્વી અને શ્રતોપાસક શ્રાવકોની મહેનત અને સૂઝના કારણે આપણા કોઈક પુણ્યોદયથી આજે પણ અનેક ગ્રંથો બચ્યા છે.
કાળના પ્રભાવને ખમી, ટકી રહેલા ગ્રંથોના આધારે આજે પણ જૈનશાસન ઝળહળતું છે. તેનો સાધનામાર્ગ આજે પણ જીવંત છે. કલ્યાણ માર્ગના યાત્રીઓને જોઈતું માર્ગદર્શન આજે પણ આ ગ્રંથો પૂરું પાડે છે. ભોગની આગમાંથી બચાવી યોગ અને અધ્યાત્મના આનંદને માણવાનો માર્ગ આજે પણ આ શાસ્ત્રો ચીંધી રહ્યા છે. આવા ગ્રંથોના લેખનમાં તન, મન અને ધનની શક્તિ વાપરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે અને તેટલો સમય સવિચારમાં પસાર થાય છે. વળી તેનાથી જ શુભ સંસ્કારોનું સિંચન થાય છે. આ સંસ્કારોથી ભવિષ્ય ઉજળું બને છે. વળી, ભવાંતરમાં જડપણું, મૂંગાપણું, આંધળાપણું, બહેરાપણું, બુદ્ધિહીનપણું પ્રાપ્ત થતું નથી.28
ગ્રંથ લેખનના આ લાભને જાણતા સઝાયકાર મહર્ષિ લાભેચ્છુ શ્રાવકને કહે છે કે, “પૂર્વના શ્રાવકોએ કરોડોની સંપત્તિનો સચ્ચય કરી શ્રુતવારસાને ટકાવનાર આગમગ્રંથો સ્વયં લખ્યા અને લખાવ્યા પણ છે. લલ્લિગ શ્રાવક જેવા શ્રુતભક્તની વિશિષ્ટ વ્યવસ્થાને કારણે પ.પૂ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ૧૪૪૪ ગ્રંથોની રચના કરી શક્યા હતા. પરમાતુશ્રી કુમારપાળ મહારાજાએ દૈવી સહાયથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય માટે તાડપત્ર આદિની ગોઠવણ કરી હતી. જેના કારણે તેઓશ્રી ૩,૫૦,૦૦,૦૦૦ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કરી શક્યા. આવા અનેક શ્રતોપાસકોની ભક્તિના કારણે જ આજે આપણને પ્રભુના પ્રેરક વચનો મળી શક્યા છે. આવા નામી-અનામી અનેક શ્રાવકોએ અર્પેલ સુવિધાઓને કારણે આ સંપત્તિ તમારા સુધી પહોંચી છે, તેને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાની ફરજ હવે તમારી છે. તમારી આ ફરજને અદા કરવા તમો સ્વયં ચિરટકાઉ કાગળ ઉપર શાસ્ત્રો લખો, તાડપત્રો ઉપર તેને કંડારો, તમો એકલા હાથે આ કાર્ય ન કરી શકો તો સારું લખનારા 28. ર તે નર કુર્નતિમાકુવન્તિ, ન મૂક્તા નૈવ નર્વવત્ |
न चान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्तीह जिनस्य वाक्यम् ।।