________________
CACACACACACACALALALALALALALALALALALALALALALALA
= =પ્રકાશનની વેળાએ...
ઉપકારી તત્ત્વો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો વધુ એક અવસર આવ્યો છે. તેનો આનંદ છે. સૂત્રસંવેદના લખાય છે એમાં મારું પોતાનું કહેવાય એવું લગભગ કાંઈ નથી. કંઈક કર્મરાજાની કૂણી લાગણી કે મને ગણધર ભગવંતોના શબ્દોનું રહસ્ય સમજવા મળે તેવા સંયોગો ઊભા કર્યા. કંઈક વડિલો પાસેથી સાંપડેલો ક્રિયા કરવાનો સંસ્કારવારસો, કંઈક મહાપુરુષોના સમાગમથી મળતી રહેતી સમજણ, કંઈક પૂજ્યો અને સહાધ્યાયીઓની પ્રેરણા, કંઈક આપ્તજનોનો સહકાર, કંઈક જિજ્ઞાસુ અભ્યાસીઓનો આગ્રહ...! આ બધી બાબતોના સમન્વયમાંથી સૂત્ર સંવેદના સર્જાય છે. આ બધાનો જેટલો આભાર માનું તેટલો ઓછો.
૧૦ વર્ષ પૂર્વે નમસ્કાર મહામંત્રથી ચાલુ કરેલી યાત્રા આ ભાગમાં બે પ્રતિક્રમણના સૂત્રો સુધી પહોંચે છે. આ ભાગના પહેલા વિભાગમાં પ્રતિક્રમણની વિધિ તેના હેતુઓની વિસ્તૃત નોંધ સાથે જ દરેક ક્રિયાઓ વખતે કેવી સંવેદનાઓ હોવી જોઈએ તેની પણ જાણકારી આપી છે. નિત્ય પ્રતિક્રમણ કરનાર સાધક માટે આ વિભાગનો અભ્યાસ આવશ્યક નહિ અનિવાર્ય છે. ત્યાર પછી પૌષધોપયોગી સૂત્રો, તેના અર્થ, તેની વિધિ, તે પાછળના કારણો વગેરે સાંકળી લઈ વિભાગ-ર બનાવવામાં આવ્યો છે. આ વિભાગ પૌષધ કરનાર અને ઉપધાન કરનાર આરાધકો માટે સવિશેષ લાભપ્રદ બનશે. પ્રાંતે પચ્ચકખાણના સૂત્રો તેના અર્થ, તેના ભાવો, તે સંબંધી જિજ્ઞાસાઓ વગેરે સાથે ત્રીજો વિભાગ છે.
સૂત્ર સંવેદના-૭માં પાંચ પ્રતિક્રમણના સૂત્રો આવરી લેવાશે.
આ બધાના મૂળમાં મારા ધર્મપિતા તુલ્ય (સંસારી પક્ષે મારા મામા) વર્ધમાન તપોનિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા છે. ધર્મના સંસ્કારોનું સિંચન કરી તેઓશ્રીએ વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિરાજ ભાવાચાર્ય ભગવંત પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા