________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
આર્ય સુહસ્તિસૂરિ મહારાજાની નિશ્રામાં ‘જીવિતસ્વામી' પ્રભુની રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રાઁના દર્શનથી જાતિસ્મરણને પામેલ ‘સંપ્રતિરાજા’ શાસન પ્રભાવક મહાશ્રાવક બન્યા હતા. આ રીતે ઘણા લોકો આવી રથયાત્રાથી ધર્મ માર્ગમાં આગળ વધી શકે છે માટે ઋદ્ધિસંપન્ન શ્રાવકે વર્ષમાં એકવાર તો રથયાત્રા અવશ્ય કાઢવી જ જોઈએ.
૯૯
ઘણા અજ્ઞાની લોકો રથયાત્રાની શોભાને ધનનો ધૂમાડો કે ખોટો આડંબર માને છે. આ તેમનું નર્યું અજ્ઞાન છે. કેમ કે, આના કરતાં ઘણો વધારે ધનનો ધૂમાડો આજે લગ્નોત્સવમાં, પાર્ટીઓમાં, જન્મ દિવસની ઉજવણીમાં કે મોજમજા શોખ અને મહેફીલો પાછળ થઈ રહ્યો છે. તેમાં જે પણ ધન ખર્ચાય છે તે રંગ-રાગની વૃદ્ધિ કરી આત્મિક સંપત્તિના નાશનું કારણ બને છે. જ્યારે રથયાત્રા કોઈ વિકાર તો ઉત્પન્ન નથી કરતી પણ સાથે જ પાપનો નાશ અને પુણ્યનો બંધ કરાવી પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડી શકે છે.
કોઈ વળી એવી માન્યતા ધરાવે છે કે, આવા ખર્ચા ક૨વા કરતાં તો હોસ્પીટલ કે શાળાઓ બંધાવવામાં ધનની સાર્થકતા છે. દીર્ઘદ્રષ્ટિના અભાવે જ જીવો આવી મિથ્યા માન્યતા ધરાવે છે. હોસ્પીટલમાં સારવાર મેળવી રહેલો વ્યક્તિ પણ પુણ્ય હોય તો જ સાજો થાય છે. વળી, સાજો અને નિરોગી થયા પછી તે પુન: પાપ કરવામાં લાગી જાય છે. સ્કૂલ કે કોલેજમાં જઈને વ્યવહારિક જ્ઞાન મેળવી શકાય છે; પરંતુ તેટલા માત્રથી ધન મળશે જ એવું નથી હોતું. ભણેલાને પણ ધનાદિ પુણ્ય હોય તો જ મળે છે. વિવેકના અભાવે જીવ તે ધનાદિને પોતાની સુખ સગવડતાનું કારણ માની બેસે છે. હકીકતમાં હોસ્પીટલથી મળેલું સ્વાસ્થ્ય કે સ્કૂલથી મળેલું ભણતર, તે બન્ને આ ભવ કે ૫૨ ભવના વાસ્તવિક સુખનું કારણ તો નથી જ બનતા. વળી, પરંપરાએ તો તેમાં કરેલો ખર્ચો સંસાર વૃદ્ધિ કરાવી જીવને દુ:ખી જ કરે છે. જ્યારે ઉત્તમ રથયાત્રા તો વર્તમાનમાં હિતકારી માર્ગ સુધી પહોંચવાનું ઉત્તમ આલંબન બને છે અને પરંપરાએ તો તે અનંતકાળનું આત્મિક સુખ આપવા પણ સમર્થ બને છે. તેથી તેમાં કરેલો વ્યય નિર્વિવાદે સર્વ્યય જ છે.
વળી, રથયાત્રા સાથે જે અનુકંપાદાનની વ્યવસ્થા હોય છે. તે દાન, દુ:ખી, ગરીબ, અનાથને વસ્ત્ર-ભોજન આદિની સામગ્રી આપી તેમના દ્રવ્ય દુઃખને પણ હળવું કરે છે.
૨. તિસ્ત્ય-નત્તા ય
તીર્થયાત્રા કરવી જોઈએ.
તારે તેને તીર્થ કહેવાય છે. તેના બે પ્રકાર છે. (૧) જંગમતીર્થ, (૨) સ્થાવરતીર્થ.
-