________________
૧૦૦
સૂત્ર સંવેદના-૭
સાધુ-સાધ્વીજી ભગવંતો જંગમતીર્થ છે અને તીર્થંકરોની કલ્યાણક ભૂમિઓ, શત્રુંજય, ગિરનાર, આબુ વગેરે સ્થાવરતીર્થ છે. અહીં વિશેષ પ્રકારે સ્થાવરતીર્થની યાત્રાને શ્રાવકના એક કર્તવ્ય સ્વરૂપે જણાવ્યું છે.
પવિત્ર પરમાણુ યુક્ત તીર્થભૂમિની સ્પર્શનાથી આંતરિક શુભ સંવેદનો સહજ રીતે ઉઠે છે. વળી નયનરમ્ય, પ્રાચીન પ્રતિમાના દર્શનથી મન પ્રફુલ્લિત થતાં પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થાય છે. આવી પ્રતિમાઓના સહારે પરમાત્મા સાથે તાદાત્મ્યભાવ સાધી શકાય છે. વળી અનેક સાધર્મિકો તથા સદ્ગુરુભગવંતોનો સમાગમ થાય છે. તેમનાં દર્શન, વંદન અને પરિચય ધર્મભાવની વૃદ્ધિ કરે છે. વિધિપૂર્વક તીર્થયાત્રા કરનારને આવા તો અનેક ફાયદા થાય છે.
આ જ કારણથી સૂત્રકાર મહર્ષિ સંસાર સાગર તરવાની ઇચ્છા ધરાવતા શ્રાવકને કહે છે કે, “દુનિયામાં પરિભ્રમણ કરી તમે ઘણાં કર્મ ઉપાર્જિત કર્યા છે. જ્યાં ત્યાં ફરી, નવું નવું જોઈ, તમે તમારા આત્મા ઉપર અનેક કુસંસ્કારો પાડ્યા છે. આ કર્મ અને કુસંસ્કારોથી મુક્ત થવા તમો તીર્થયાત્રા અવશ્ય કરો. તે તીર્થયાત્રા પણ જયણા પૂર્વક પગે ચાલી છ’રિ પાળવા પૂર્વક કરો. તે દરમ્યાન પરમાત્માના ગુણોનું ગાન-ચિંતન-મનન-ધ્યાન કરી હૈયાને ભાવિત કરો. તેટલા દિવસ સાંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાવ. મોકળા મને સહજતાથી પ્રભુ સાથે તાદાત્મ્ય સાધી શકાશે. છ-૨ી પાળવાપૂર્વક જશો ત્યારે રસ્તામાં અન્ય જે તીર્થો આવે તેને પણ ભાવપૂર્વક જુહારો. વળી, યાત્રા માટે એકલા ન જતાં તમો તમારા સ્નેહી, સ્વજનો, સાધર્મિકો કે સંઘને સાથે લઈને જાઓ. ઘરેથી નીકળી તીર્થયાત્રા સુધીની સર્વ ક્રિયા સ્વૈચ્છાનુસારી નહિ પણ શાસ્ત્રાનુસારી કરો. ત્યાં ગયા પછી પણ વિશેષ પ્રકારે પૂજા, ભાવના, ધ્યાન આદિ ક્રિયામાં એકાગ્ર બની પ્રભુ સાથે તન્મય બની જવા યત્ન કરો.”
પ્રભુ સાથે તમો જેટલા અંશે તન્મય બનશો તેટલા અંશે તમો આત્મિક આનંદ માણી શકશો. વિષય-કષાયના વિકારો શમાવી તમે ઉપશમભાવના સુખને અનુભવી શકશો. દોષો અને દુર્ગુણોથી દૂર રહી તમે સદ્ગુણોને પ્રગટાવી શકશો. આ જ તીર્થયાત્રાનું સાચું ફળ છે, આવું ફળ તમને તો જ મળશે જો તમે પ્રભુ આજ્ઞા અનુસાર તીર્થયાત્રા કરશો. જેઓ પ્રભુની આજ્ઞાને બાજુ ઉપર મૂકી માત્ર હરવાફરવા કે મોજમજા કરવા તીર્થ સ્થાને જાય છે, ત્યાં ગયા.પછી ભક્ષ્યાભક્ષ્યનો કે પેય-અપેયનો વિવેક રાખતા નથી, કર્તવ્ય-અકર્તવ્યને સમજતા નથી, હાસ્ય,