________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
પૌષધ આઠ પ્રહરનો અને ચાર પ્રહરનો એમ બે રીતે લઈ શકાય છે. ચાર પ્રહરનો પૌષધ દિવસનો અથવા રાત્રિનો હોય છે. જેણે આઠ પ્રહરનો પૌષધ કરવો હોય અથવા દિવસનો ચાર પ્રહરનો પૌષધ કરવો હોય તેણે સવારે સૂર્યોદય પહેલાં પૌષધ લેવો જોઈએ. દરેક પૌષધમાં બંને ટાઈમ પ્રતિક્રમણ અને તપમાં ઓછામાં ઓછું એકાસણું આવશ્યક છે. સાંજના પૌષધ લેવો હોય તોપણ ઓછામાં ઓછો એકાસણાનો તપ જરૂરી છે. સવારે પ્રતિક્રમણ કરીને સામાયિક પાર્યા પછી પૌષધ લઈ શકાય છે તથા પૌષધ લઈને પણ પ્રતિક્રમણ કરી શકાય, પણ સૂર્યોદય પહેલાં પૌષધ લેવાઈ જાય તેમ કરવું. તેની વિધિ આ પ્રમાણે છે - ૧. પૌષધ લેવાની વિધિ : ૧. સૌ પ્રથમ ગુરુની હાજરી હોય તો તેઓના સ્થાપનાચાર્ય સમક્ષ અને ન
હોય તો પોતાની પાસે સ્થાપનાચાર્યજી હોય તો તેની સામે અથવા પુસ્તક આદિમાં નવકાર-પંચિદિયથી આચાર્યની સ્થાપના કરી, તેની સમક્ષ ખમાસમણ દઈ ગુરુ-ભગવંતની આજ્ઞા લઈ પાપની શુદ્ધિ માટે
ઈરિયાવહિયં કરવા. ૨. પાપથી શુદ્ધ થયા પછી સ્થાપનાચાર્યને ખમાસમણ આપીને
ગુરુભગવંત પાસે “ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપતિ પડિલેહું ?” એવો આદેશ માંગી, ગુરુ પડિલેહેહ' કહે ત્યારે તેમની આશાનો સહર્ષ સ્વીકાર કરતાં ઇચ્છે' કહી, મુહપત્તિનું પડિલેહણ કરવું.