________________
પૌષધ પારવાનું સૂત્ર
૧૩. પૌષધમાં દેશ કથા કરવી.
૧૪.
પૌષધમાં પૂંજ્યા-પડિલેહ્યા વિના લઘુનીતિ કે વડીનીતિ પરઠવવી
૧૫. પૌષધમાં કોઈની નિંદા કરવી.
૧૭૯
૧૬. પૌષધમાં જેમણે પૌષધ નથી લીધો એવાં માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી વગેરે સંબંધીઓ સાથે વાતચીતો કરવી.
૧૭. પૌષધમાં ચોર સંબંધી વાર્તા કરવી.
૧૮. પૌષધમાં સ્ત્રીઓનાં અંગોપાંગને રાગાદિ ભરી વિકૃત દૃષ્ટિથી એકીટસે જોવાં.
પૌષધ પારતી વખતે શ્રાવકે પોતાની આખી દિનચર્યાને બુદ્ધિમાં ઉપસ્થિત કરીને અને આ અઢાર દોષોમાંથી કોઈ દોષ લાગ્યો છે કે નહી, તેની તપાસ કરવી જોઈએ. જો ક્યાંય પણ એવું લાગે કે, મારી આવી પ્રવૃત્તિથી હું દોષનો ભાગી બન્યો છું, તો તે દોષ પ્રત્યેની હૈયામાં જુગુપ્સા પેદા કરવી જોઈએ. પૂર્વના શ્રાવકોના નિરતિચાર વ્રતપાલનને યાદ કરી જાત પ્રત્યે ધીક્કારનો ભાવ ઉત્પન્ન કરવો જોઈએ અને જાતને ઉપાલંભ દેતા વિચારવું જોઈએ કે નિ:સત્વ એવા મેં થોડીક અનુકૂળતા માટે કે માત્ર થોડા લોકોમાં સારા દેખાવા માટે પ્રભુના વચનને ઠેસ પહોંચાડી. મેં સ્વીક઼ારેલી પ્રતિજ્ઞાને મલિન બનાવી છે. આ મેં યોગ્ય નથી કર્યું. આનાથી મેં મારું જ અહિત કર્યું છે.
આ પદ બોલતાં પૌષધ વ્રતધારી શ્રાવક વિચારે કે,
“સંયમજીવનનો સ્વાદ માણવા માટે જ મેં આજે પૌષઘવ્રતનો સ્વીકાર કર્યો હતો. આ વ્રત સ્વીકારી તેને સારી રીતે પાળવાની જ ઇચ્છા હતી, છતાં પ્રમાદાદિ દોષોને કારણે હું તેને સાંગોપાંગ પાળી શકતો નથી. નાના નાના નિમિત્તો મળતાં મેં આ વ્રતને મલિન કર્યું છે. કષાયને આધીન થઈ મેં તેમાં દોષો લગાડ્યા છે. આ જ કારણે
આ વ્રતથી પ્રાપ્ત થતાં આત્મિક આનંદને હું માણી શકતો નથી. ભગવંત ! આ સર્વ અપરાધોની હું નતમસ્તકે ક્ષમા યાચું છું અને પ્રાંતે આનંદ-કામદેવ આદિ શ્રાવકોને યાદ કરી પુન: તેમના જેવા નિતિચાર વ્રત પાલન માટે સંકલ્પ કરું છું”
શ્રાવકોએ સંયમજીવનની તૈયા૨ી ક૨વા માટે લીધેલા એક પૌષધવ્રતને આ રીતે પારવાનો છે અને તે સાથે જ ભવિષ્યમાં અનેક ઉત્તરોત્તર વિશુદ્ધ થઈ શકે તેવા પૌષધ માટેની ચિત્તવૃત્તિનું નિર્માણ કરવાનું છે.