________________
૧૭૮
સૂત્ર સંવેદના-૬
પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈઅવિધિ હુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
પોષધમાં જે પણ કાંઈ ભૂલ થઈ હોય, પ્રમાદાદિ દોષોને કારણે કે અજ્ઞાનતાના કારણે કોઈ અવિધિ થઈ હોય તો તે દુષ્કૃતનું મિચ્છા મિ દુક્કડં આપતાં શ્રાવકે મનોમન તેવી ભૂલ પુન: ન થાય તે માટેનો સંકલ્પ કરવાનો છે.
પૌષધને લગતા મુખ્ય અઢાર દોષો નીચે પ્રમાણે છે
૧. પૌષધમાં વિરતિ વિનાના બીજા શ્રાવકે લાવેલો આહાર કે પાણી વાપરવાં.
૨. પૌષધમાં સરસ આહાર લેવો.
૩. ઉત્તરપારણા (પૌષધના આગલા દિવસે) વખતે વિવિધ પ્રકારની સામગ્રી
વાપરવી.
૪. પૌષધ નિમિત્તે એટલે કે કાલે પૌષધ છે માટે આજે શરીર સજ્જ કરી લઉં એવું વિચારી દેહ-વિભૂષા કરવી.
૫. પૌષધ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવાં.
૬. પૌષધ કરવાનો છે એવું વિચારી આભૂષણો ઘડાવવાં તેમ જ પૌષધમાં તે ધારણ કરવા. ઉપધાન કરવા જતાં કે પર્યુષણ દરમ્યાન પૌષધ ક૨વા જતી વખતે આ દોષ લાગવાની ઘણી સંભાવના રહે છે.
૭. પૌષધ નિમિત્તે વસ્ત્રો રંગાવવાં.
૮. પૌષધ દરમ્યાન શરીર પરથી મેલ ઉતારવો.
૯. પૌષધમાં અકાળે શયન કરવું કે નિદ્રા લેવી. પૌષધમાં રાતના બીજા પ્રહરે સંથારા-પોરિસી ભણાવીને નિદ્રા લેવી યોગ્ય કહેવાય પરંતુ તે સિવાય દિવસે કે રાત્રિના પહેલા પ્રહરે નિદ્રા લેવી યોગ્ય ન કહેવાય માટે તેમ કરવામાં દોષ લાગે છે.
૧૦. પૌષધમાં સ્ત્રી સંબંધી સારી કે ખોટી કથા કરવી. .
૧૧. પૌષધમાં સારા કે ખરાબ આહાર સંબંધી કથા કરવી.
૧૨. પૌષધમાં સારી કે ખરાબ રાજનીતિ સંબંધી રાજકથા કે યુદ્ધકથા કરવી.