________________
૧૨૦
સુત્ર સંવેદના-
,
પ્રભાવક એવા ગુરુભગવંતો તો પોતાના ઉપદેશ દ્વારા અને સામાન્ય સાધુ કે, સાધ્વીજી ભગવંતો પોતાના આચાર દ્વારા જેવી તીર્થની પ્રભાવના કરી શકે છે તેવી શાસન પ્રભાવના તો તમે નથી કરી શકવાના. પરંતુ પુણ્ય યોગે તમને જે બુદ્ધિ, શક્તિ કે સંપત્તિ મળી છે, તેનો યથાશક્તિ સદુપયોગ કરી, ભગવાનની આજ્ઞાનુસાર તમે એવાં અનુષ્ઠાન કરો કે જેનાથી તીર્થની પ્રભાવના થાય. સુંદર કલાત્મક જિનમંદિરનું નિર્માણ કરાવો. તેની બાંધણી, કોતરણી એવી કરાવો કે જેના દર્શનાર્થે અનેક લોકો આવે. આવનારની આંખ અને અંતર ઠરી જાય તેવી પ્રભુ પ્રતિમા ભરાવો. પ્રતિષ્ઠાનો મહોત્સવ મંડાવો. શ્રેષ્ઠ સંગીત, વિવિધ વાજીંત્રો, ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની સેવા-ભક્તિ એવી કરો, જેના કારણે અનેક લોકો ત્યાં આકર્ષાઈને આવે આકર્ષાઈને આવેલા લોકોમાં યોગ્ય વ્યક્તિઓ પરમાત્માના વચનના રાગી બનશે, વિવિધ અનુષ્ઠાનોમાં પોતાનું વીર્ય ફોરવશે અને ક્રમે કરી આત્મકલ્યાણ સાધી શકશે. પ્રસંગે પ્રભાવનાઓ તથા અનુકંપાદાનાદિની એવી વ્યવસ્થા કરો કે જૈનેતરો પણ જૈનધર્મની પ્રશંસા કરે.
આ સિવાય પણ સંઘ, ઉજમણા, ગુરુભગવંતના પ્રવેશ, પદવી પ્રદાન, દીક્ષા આદિના અવસરે વિવિધ મહોત્સવો મંડાવો. તેમાં મનમોહક સાજ સંગીત ન ઉપરાંત અનુકંપા દાન દ્વારા પણ શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરો. પર્વ પ્રસંગે વૈભવ અને આડંબરપૂર્વક ઉત્તમ વસ્ત્રો અને અલંકારોથી સજ્જ બની દહેરાસર જાઓ. આવા આવા અનેક પ્રસંગોનું આયોજન કરી અને તેમાં ભગવાનની આજ્ઞા, જયણા, વિવેક અને ઉદારતાને પ્રાધાન્ય આપી તીર્થની ઉત્તમ પ્રભાવના
કરો.
તીર્થપ્રભાવનાના કોઈપણ કાર્ય કરતાં ધીરતા, ગંભીરતા, ઉદારતા, વિવેક આદિ ગુણોની ખાસ જરૂર રહેશે. જો ઉદારતા આદિ ગુણપૂર્વક આ કાર્ય કરવામાં આવશે તો તેમાં સામેલ થયેલ સભ્યો, કામ કરવા આવેલા મજૂરો તથા પ્રસંગને માણવા આવેલા સજ્જનો સૌ કોઈનો ધર્મ પ્રત્યે આદર વધી જશે, સૌના મુખમાંથી એવા શબ્દો સરી પડશે કે, જૈનો જેવું કોઈ ન કરી શકે. આવી ભક્તિ કરનારના દેવ-ગુરુ કેવા હશે? તેઓએ આ શેઠીયાઓને શું શીખવ્યું હશે ? કે આ લોકો પાણીની જેમ પૈસો વાપરે છે ! અને તેઓની નમ્રતા કેવી છે કે, આપણા જેવા મજૂરોને પણ પોતાના મા-બાપ કે ભાઈની જેમ સાચવે છે.
વિવેક અને ઉદારતા ગુણ કેળવ્યા વિના જો તમે આવા કાર્ય કરશો તો ક્યારેક તીર્થપ્રભાવનાના બદલે તીર્થની આશાતના કે અપભ્રાજના (નિંદા કે અપમાન)